Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોકો ચિંતા છોડે : કોવિડ હોસ્પિટલમાં ૮૦૦ બેડ ઉપલબ્ધઃ રેમ્યા મોહન

હોસ્પિટલમાં દાખલ થવા માટે કલેકટરની હેલ્પલાઇનનો સંપર્ક સાધવા અનુરોધ

રાજકોટ,તા. ૭: શહેરમાં કોરોના સંક્રમણ અત્યંત વધી રહ્યું છે. દરરોજ ૯૫થી વધુ કેસ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં જગ્યા નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે કલેકટર રેમ્યા મોહને ખાસ અનુરોધ કરતાં જણાવ્યું છે કે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી. શહેરમાં ૮૦૦ જેટલી બેડ હજુ કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જરૂર જણાયે કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે કલેકટર કચેરીની હેલ્પલાઇનનો ઉપયોગ કરવા જાહેર અનુરોધ કર્યો છે.

આ અંગે કલેકટરશ્રીની સતાવાર યાદીમાં જણાવ્યું છે કે, આથી રાજકોટ શહેરની જાહેર જનતાને જણાવવાનું કે, રાજકોટ શહેરમાં હાલમાં પી.એમ.એ.એસ.એચ.વાય બીલ્ડીંગ ખાતે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ૫૬૩ બેડ સાથે કાર્યરત છે. આ ઉપરાંત રાજકોટ ખાતે સમરસ હોસ્ટેલ ખાતે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ૫૧૨ બેડ સાથે કાર્યરત છે. તેમજ ઇ.એસ.આઇ.એસ ખાતે પણ ૪૧ બેડ અને પ્રાઇવેટ હોસ્પિટલના બેડ ઉમેરતા કુલ અંદાજિત ૧૮૦૦ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હાલમાં કોવિડ-૧૯ના પોઝીટીવ દર્દીઓને સારવાર અપાઇ રહેલ છે. તેમાં હાલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના બેડની સંખ્યા બાદ કરીએ તો પણ તમામ હોસ્પિટલો ખાતે ૮૦૦થી પણ વધુ ખાલી બેડો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલોના વધુ બેડો ઉપલબ્ધ થનાર છે. આથી આ બાબતે કોઇએ પણ ચિંતીત ન થવા અને અન્ય અફવાઓથી દુર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. તેમજ બેડની ઉપલબ્ધ માહિતી મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૪ કલાક કાર્યરત છે. (૨૨.૪૩)

હેલ્પલાઇનના નીચે આપેલા નંબરોનો સંપર્ક કરવો :-

(૧) ૯૪૯૯૮ ૦૪૦૩૮

(૨) ૯૪૯૯૮ ૦૬૪૮૬

(૩) ૯૪૯૯૮ ૦૧૩૩૮

(૪) ૯૪૯૯૮ ૦૬૮૨૮

(૫) ૯૪૯૯૮ ૦૧૨૮૩

(3:54 pm IST)