Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વોર્ડ નં. ૧૪ અને ૧૭ ના અનેક લોકો 'આપ'માં જોડાયા

 આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલ યુવા જોડો અભિયાન અંતર્ગત વોર્ડ નં. ૧૪ અને ૧૭ માં પ્રદેશ પ્રમુખ કિશોરભાઇ દેસાઇ અને ઉપાધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયાની ઉપસ્થિતીમાં આવકાર સમારોહ યોજાતા ૫૦ થી વધુ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસ વિધાનસભા-૭૦ ના પૂર્વ પ્રમુખ ઇન્દુભા રાઓલ, પૂર્વ પ્રભારી પરેશ વોરાની આગેવાની હેઠળ વોર્ડ નં. ૧૪ માં મનીષાબેન દવે એડવોકેટ, કિરણબેન વડગામા, નરવિરસિંહ જાડેજા, વિપુલ શાહ, હેતલબેન શાહ, કેતન દવે, કમલેશ વોરા, અશોક ગોહેલ, પંકજ ગઢવી, મુન્નાભાઇ ગઢવી, કૃણાલ અજાગીયા, કિરીટસિંહ ગોહેલ, મલય દોશી સહીત ૩૦ યુવાનો તેમજ વોર્ડ નં. ૧૭ માં નૈમિષ ભંડેરી, બાબભાઇ સાવલીયા, અશોકસિંહ રાઠોડ, રવિ ગઢવી, દિવ્યેશ ઢોલરીયા, કમલેશ ગજજર સહીત ૨૦ યુવાનો 'આપ' માં જોડાયા હતા. શહેર પ્રભારી અજીતભાઇ લોખીલ અને શહેર પ્રમુખ રાજભા ઝાલાએ સૌને આવકારી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરાવ્યો હતો.

(3:55 pm IST)