Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બે માસમાં દર્દીઓની સારવાર કરતાં ૧૦૦થી વધુ તબીબો કોરોનાથી સંક્રમિત થયા : ૭૦થી વધુ પુનઃ ફરજ પર

કોવિડ હોસ્પિટલ - રેસીડન્ટ ડોકટરો વધુ કોરોનાનો શિકાર બન્યા : તમામ સ્વસ્થ થતા ફરી સેવામાં

રાજકોટ, તા. ૭ : હાલ રાજકોટમાં કોવિડ-૧૯ના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. તમામ ક્ષેત્રમાં કોરોનાએ અનેક લોકોને સંક્રમિત કર્યા છે ત્યારે કોરોના દર્દીઓ તેમજ અન્ય રોગના દર્દીઓની સારવાર કરતા સંખ્યાબંધ તબીબો કોરોનાની ઝપટે ચડ્યા છે. પરંતુ મોટાભાગના તબીબો સ્વસ્થ બની ફરી દર્દીઓની સેવામાં વ્યસ્ત થયા છે.

તબીબી વર્તુળોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. તબીબો રાત - દિવસ કોરોના દર્દીઓ ઉપરાંત અન્ય રોગથી પીડાતા દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે છેલ્લા બે માસમાં ૧૦૦થી વધુ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.

તબીબો દર્દીઓની સારવાર કરવા સમયે અનેક કાળજી - સાવચેતી રાખવા છતા કોરોના સંક્રમિત થયા છે. તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.

તબીબો દર્દીઓની સારવાર કરવા સમયે અનેક કાળજી - સાવચેતી રાખવા છતા કોરોના સંક્રમિત થયા છે. તબીબો પ્રારંભિક લક્ષણો માલૂમ પડતા રીપોર્ટ અથવા સેલ્ફ આઈસોલેશન થઈ સારવાર કરાવતા ઝડપથી સ્વસ્થ થયા અને હોસ્પિટલોમાં વધુ સંક્રમણ અટકાવ્યુ છે.

છેલ્લા બે માસમાં ૧૦૦થી વધુ દર્દીઓ સંક્રમિત થયા બાદ ૭૫થી વધુ તબીબો તેમનો કવોરન્ટીનનો સમયગાળો પૂરો થતા ફરી ફરજ પર હાજર થઈને દર્દીઓની સેવામાં લાગ્યા છે.

કોરોનાનો સંક્રમણનો ભોગ બનનાર મોટા ભાગના કોવિડ હોસ્પિટલ તેમજ રેસીડન્ટ ડોકટરો છે. જયારે અન્ય રોગના તબીબો કોરોના પોઝીટીવ થયા હતા.

તબીબો માટે કાર્યરત ઈન્ડિયન મેડીકલ એસોસીએશન કોરોનાની સ્થિતિમાં હોસ્પિટલ કે તબીબોને પડતી મુશ્કેલી તેમજ સારવાર માટે સક્રિય છે.

(3:58 pm IST)