Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

માસ્ક ન પહેરનારા ૧૩,૧૧,૧૬૯માંથી ૧૯ને કોરોના પોઝિટિવ આવ્યો

માસ્ક ફરજીયાત પહેરી પોતે તથા પોતાના પરિવારને સ્વસ્થ સુરક્ષિત રાખવા પોલીસ કમિશનરનો અનુરોધ

રાજકોટ તા. ૭: શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા બધા તંત્રો કટીબધ્ધ છે અને કાર્યરત છે ત્યારે લોકોએ પણ પોતાની ફરજ બજાવી માસ્ક સહિતના નિયમો પાળવા અત્યંત આવશ્કય છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક વખત લોકોને માસ્ક પહેરવા અને પોતાને તથા પરિવારજનોને સુરક્ષીત રાખવા અનુરોધ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૩,૧૧,૧૬૯ લોકોને માસ્ક નહિ પહેરવા બદલ પોલીસે દંડ ફટકાર્યો છે. આ પૈકીના ૧૯ લોકોને કોરોના પોઝિટિવ આવ્યાનું પોલીસે શોધી કાઢ્યું છે. આવુ ન થાય અને સોૈ સુરક્ષીત રહે અને એક હજારના દંડથી પણ બચી શકાય તે માટે સોૈએ માસ્ક પહેરવા જરૂરી છે.

(4:04 pm IST)