Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભારત તિબ્‍બત સંઘ મહિલા શહેર વિભાગના હોદેદારો વરાયા

રાજકોટ,તા. ૭ : ભારત-તિબ્‍બત સંઘની યાદી મુજબ પ્રદેશ મહિલા વિભાગના હોદ્દેદારોની સહમતિથી પ્રદેશ અધ્‍યક્ષ ભારત-તિબ્‍બત સંઘ દ્વારા રાજકોટ મહાનગર મહિલા વિભાગના વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મહાનગર અધ્‍યક્ષપદે શ્રીમતી દિવ્‍યાબેન નિખીલભાઇ ભટ્ટ, ઉપાધ્‍યક્ષ પદે સ્‍વાતિબેન નરેન્‍દ્રભાઇ સવસેટા, શ્રીમતી અમીબેન કનૈયાલાલ ભટ્ટ, શ્રીમતી માધવીબેન ગોસ્‍વામી, શ્રીમતી નેહલબેન જાની તથા મહાસચિવ પદે અલ્‍કાબેન લલીતભાઇ ધામેલીયા તથા સચિવપદે યાત્રીબેન હિરેનભાઇ વ્‍યાસ, કૈલાસબા વાળા, શ્રીમતી શિલ્‍પાબેન આનંદભાઇ તન્‍ના, ડો.નિલમબેન પરમાર, તેમજ સભ્‍યપદે સુનિતાબેન વ્‍યાસ, નિતાબેન દવે, પુર્વીબા વાળા, શ્રીમતી રૂપાબેન રાજુભાઇ દેસાઇ, શ્રીમતી હિનાબેન નયનભાઇ પારેખ, શ્રીમતી જુલીબેન કૌશિકભાઇ ઓડેસર, શિવાની મયંકભાઇ મહેતા, શ્રીમતી શ્રીજી પ્રતિકભાઇ લાખાણી, રીયાબેન ડોડીયા તથા શ્રીમતી કલાબેન આનંદભાઇ જોષીની વરણી કરવામાં આવી છે.

તેમની નિમણુંકને ભાવનાબેન જોષીપુરા, ભાવેશભાઇ જોષી (બાપજી), ડો.મૃણાલીનીબેન ઠાકર, યોગીનભાઇ છનીયારા, ભવદિપ ત્રિવેદી, નિખીલભાઇ ભટ્ટ, શ્રીમતી ડો.રીનાબેન દવે, ડો.અર્જુન દવે, લતાબેન ચૌહાણ, પીડી.ઠાકર, ડો.વિજયભાઇ પીઠડીયા વિગેરે હોદ્દેદારોએ આવકારી શુભેચ્‍છા પાઠવી છે. તેમ ડો.મૃણાલીબેન ઠાકર, ભારત-તિબ્‍બત સંઘની યાદીમાં જણાવાયું છે.

(11:02 am IST)