Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ત્રણ દાયકાથી થતી જય ખોડીયાર ગરબી

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગરોડ, એલીમેન્‍ટ હોટલ પાસે આવેલ જય ખોડીયાર ગરબી મંડળ છેલ્‍લા ૩૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રખ્‍યાત રાસ મારી લાડલી મેં છોડુંગી ના તેરા સાથ નિહાળવા મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડે છે. આ પ્રસંગે વોર્ડ નં.૧ના કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, અલ્‍પેશભાઇ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. આયોજનને સફળ બનાવવા પ્રફુલભાઇ આર. બોડા, આકાશ પી.બોડા, કેવલ પી.બોડા, બિપીનભાઇ વસાણી, રાજુભાઇ ગઢવી વિગેરે જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)