Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

૮ હોસ્‍પીટલોમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલ

રાજકોટઃ મહાનગર પાલીકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા તા.૬ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે. ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્‍પીટલો સ્‍ટર્લીગ હોસ્‍પીટલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, શૈશવ બાળકોની હોસ્‍પીટલ પેડક રોડ ટ્રીનીટી હોસ્‍પીટલ નાનામવા સર્કલ ૧પ૦ ફુટ રીંગ રોડ સંકલ્‍પ હોસ્‍પીટલ ઢેબર રોડ તેમજ ઓમ પીડીયાટ્રીક મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ જય હિન્‍દ પ્રેસ સામે પોલીસ સ્‍ટેશનની બાજુમાં, જલારામ ચેરીટેબલ ટ્રસ્‍ટ હોસ્‍પીટલ, પંચવટી સોસાયટી, આદિત્‍ય હોસ્‍પીટલ, નવનીત હોલ પાસે કોઠારીયા રોડ તથા શિવમ હોસ્‍પીટલ રૈયા રોડ સદગુરૂ કોમ્‍પલેક્ષની સામે રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરાયેલ. ઉપરોકત મોકડ્રીલ દરમ્‍યાન વિવિધ ૮ હોસ્‍પીટલોમાં ડોકટર તથા નર્સીગ સ્‍ટાફ તેમજ અન્‍ય સ્‍ટાફને ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફીસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, એ.બી.ઝાલા, આર.એ.જોબણ, એમ.કે.જુણેજા, આર.એ.વિગોરા, એચ.પી. ગઢવી ઇન્‍ચાર્જ સ્‍ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીગ ફાયરમેન અને ફાયરમેન સહીતના સ્‍ટાફ દ્વારા હોસ્‍પીટલમાં આગ લાગે ત્‍યારે શું કરવું અને શું ન કરવુ જોઇએ તેમજ આગ બુઝાવવા માટેના સાધનો તથા ફાયર એક્ષસ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.

(3:32 pm IST)