Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરારીનગર વિસ્‍તાર પેવિંગ બ્‍લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭માં મોરારીનગર મેઇન રોડ પર પેવિંગ બ્‍લોકનું  ખાતમુહુર્ત કોર્પોરેટર અનિતાબેન ગોસ્‍વામીની ગ્રાન્‍ટમાંથી મંજુર થયેલ છે.  આ પ્રસંગે શાસકપક્ષ નેતા વિનુભાઇ વધા, કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, કોર્પોરેટર કિર્તિબા રાણા, રાજકોટ શહેરના કિશાન મોરચાના મંત્રી વિઠ્ઠલભાઇ પટેલ, જેન્‍તીભાઇ  સરધારા, પ્રમુખ જેન્‍તીભાઇ નોંધણવદરા, મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, ચંદુભાઇ ગરનારા, સુરૂભા ઝાલા, દિનેશભાઇ ગોંડલીયા, કાન્‍તીભાઇ જોબનપુત્રા, હિતેન્‍દ્રભાઇ વડેરા, ગીતાબેન પરમાર, રસીલાબેન પાંભર, તેમજ લતાવાસીઓ શૈલેશષભાઇ ગોપાલ ડેરી વાળા, હિતેશભાઇ ગોહેલ, રાજુભાઇ પાડલીયા, ગોવિંદભાઇ ગઢવી, ભુપતભાઇ ગઢવી, રમેશભાઇ રામાણી, ધીરૂભાઇ વરીયા, મનોજભાઇ કથવા, બાબુભાઇ રામાણી સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઇઓ હાજર રહેલ.

(3:34 pm IST)