Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ચાલુ વરસાદે સરગમી પરિવારના હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે રમ્‍યા

રાજકોટઃ નવરાત્રીની ઉજવણી પૂરી થઈ ગઈ છે, હવે નવરાત્રીને બાય બાય કહેવા માટે  અર્વાચીન ગરબામાં ઝૂમી રહ્યા છે. ગઈ કાલે સરગમ પરિવારના ચાલુ વરસાદે પણ  હજારથી વધુ ખેલૈયાઓ ડી.એચ.કોલેજના ગ્રાઉન્‍ડમાં એક સાથે ગરબે રમ્‍યા હતા.

આ રાસોત્‍સવમાં સરગમ કલબ, સરગમ લેડિઝ કલબ, સરગમ સિનિયર સીટીઝન કલબ, સરગમ કપલ કલબ અને ઈવનિંગ પોસ્‍ટના તમામ સભ્‍યો જોડાયા હતા અને પરંપરાગત ગરબા ગીતો અને ફિલ્‍મી ગીતો ઉપર જુદા જુદા સ્‍ટેપ્‍સ લીધા હતા. સિનિયર સિટીઝનો પણ ગરબે રમ્‍યા હતા અને યુવા વર્ગને પોતાની શક્‍તિનો પરિચય આપ્‍યો હતો.  આ રાસોત્‍સવમાં દરેક ગ્રૂપમાં અલગ અલગ કુલ ૧૨૫ જેટલા ઇનામો આપવામાં આવ્‍યા હતા.

આ રાસોત્‍સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ  મૌલેશભાઈ પટેલ, સ્‍મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દ્રેત્રોજા, જગદીશભાઈ કયાડા, અનવરભાઈ ઠેબા, ડો. ચંદાબેન શાહ, , નીલુબેન મહેતા, જસુમતીબેન વસાણી, અલ્‍કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, મધુરીકાબેન જાડેજા, અલ્‍કાબેન ધામેલિયા, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, હેતલબેન થડેશ્વર, વૈશાલીબેન શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)