Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આઇ.પી.મીશન સ્‍કુલ સામે નવા બ્રીજ નીચે અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

એ-ડીવીઝન પોલીસે વૃધ્‍ધની ઓળખ મેળવવા તપાસ આદરી

રાજકોટ,તા. ૭ : સિવિલ હોસ્‍પિટલ ચોક નજીક આઇ.પી.મીશન સ્‍કુલ સામે નવા પુલ નીચે એક અજાણ્‍યા વૃધ્‍ધનું મોત નિપજ્‍યુ છે.

  • મળતી વિગત મુજબ આઇ.પી.મીશન સ્‍કુલ સામે નવા બનતા બ્રીજ નીચે એક આશરે ૬૦ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બેભાન હાલતમાં પડેલ હોય, કોઇએ ૧૦૮માં જાણ કરતાં ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇ.એમ.ટી. પ્રફુલભાઇને તપાસ કરતા વૃધ્‍ધનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ જે.ડી.વસાવા તથા રાઇટર સંજયભાઇએ સ્‍થળ પર પહોંચી વૃધ્‍ધના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડી કાર્યવાહી કરી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મૃતક વૃધ્‍ધે બ્‍લ્‍યુ કલરનું પટ્ટાવાળુ ટી-શર્ટ તેમજ દુધીયા કલરનું પેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ વૃધ્‍ધના સગાસંબંધી હોય તો એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧ -૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:35 pm IST)