Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પરાબજાર પાસે વરલી ફીચરનો જુગાર રમતો સુનીલ ઉર્ફે મંગો પકડાયો

એ-ડીવીઝન પોલીસનો દરોડો

રાજકોટ તા.૭: જયુબેલી નાગરીક બેંકચોક પાસે પરાબજારમાં એ-ડીવીઝન પોલીસ બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પરાબજારમાં એક શખ્‍સ જુગાર રમતો હોવાની બાતમી મળતા એ.એસ.આઇ એચ.આર.ચાનીયા તથા કોન્‍સ જયરાજસિંહ કોટીલા સહિતે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા સુનીલ ઉર્ફે મંગો વસંતરાયભાઇ સોનપાલ (ઉ.૪૬) (રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ સોસાયટી શેરી નં.૧૨)ને પકડી લઇ રૂા. ૧૧૮૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)