Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઓસમાણ મીર કાલે શ્રોતાઓને ડોલાવશે

અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા હેમુ ગઢવી હોલમાં ‘સુર સરગમ'નું આયોજન : અરવિંદભાઇની જન્‍મ જયંતિના ઉપલક્ષ્યમાં સુરીલો કાર્યક્રમ : અરવિંદભાઇના સાથી કાર્યકરો તેમજ ઇફકોના નવનિયુકત ચેરમેન દીલીપભાઇ સંઘાણી અને ચંદ્રક વિજેતા પોલીસ કમિશ્‍નર રાજુ ભાર્ગવનું પણ સન્‍માન કરાશે

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ઓસમાણ મીર અને અરવિંદભાઇ મણીઆર ટ્રસ્‍ટના સર્વશ્રી નિલેશભાઇ શાહ, જાહન્‍વીબેન લાખાણી, હસુભાઇ ગણાત્રા, ભુપેનદ્રભાઇ શાહ, ભરતભાઇ અનડકટ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : ‘મોર બની થનગાટ કરે' ફેઇમ જાણીતા લોકગાયક કાલે રાજકોટના શ્રોતાઓને ડોલાવશે. અરવિંદભાઇ મણીયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે કાલે તા. ૮ ના શનિવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે અરવિંદભાઇ મણીઆરના ૯૦ માં જન્‍મ દિવસના ઉપલક્ષ્યમાં ‘સુર સરગમ' શીર્ષકતળે આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઓસમાણ મીરે જણાવ્‍યુ હતુ કે અમારૂ હાલ ખુબ જ લોકપ્રિય થયેલ ગીત ‘મોતી વેરાણા ચોકમાં' આ કાર્યક્રમમાં રજુ કરીશુ. જે અમિત ત્રિવેદીએ લખ્‍યુ છે. ઉપરાંત અન્‍ય લોકપ્રિય ગીતોની પણ રજુઆત કરીશુ. મારા ત્રણેક નવા ગુજરાતી ગીતો આવ્‍યા છે. એક હિન્‍દી ફિલ્‍મ ‘મજામાં' માટે મે ‘બુમ પડી' ગાયુ છે. જે ખુબ હીટ ગયુ છે અને તેના ઉપર માધુરી દીક્ષીતજીએ પણ સૌપ્રથમવાર ગરબા અને ડાન્‍સ રજુ કરેલ છે.

આગામી સમયમાં યશરાજ ફિલ્‍મના બેનર હેઠળ આવી રહેલ ગીતમાં પણ મેં સ્‍વર આપ્‍યો છે. એક સિધ્‍ધર્થ ગરીમાનું ફિલ્‍મ ‘દુકાન' આવી રહ્યુ છે તેમાં પણ મારા ગીતો છે.

કંઠની કદરદાન જનતાનો મને ખુબ પ્રેમ મળી રહ્યો છે. ત્‍યારે આવો જ પ્રેમ મેળવવા હું કાલના કાર્યક્રમમાં વધુ એક પ્રયાસ કરીશ. આ કાર્યક્રમમાં મારી સાથે મારો પુત્ર આમીર પણ પરફોર્મ કરવાનો છે. તેણે અમિત ત્રિવેદી લિખિત ‘ઢોલ' નામનું ગીત રજુ કરતા ખુબ આવકાર મળી રહ્યો છે. કાલના કાર્યક્રમને વધુ ને વધુ જનતા માણે તેવી અમારી અપીલ છે.

 

રાજકોટના સ્‍વપ્‍નદ્રષ્‍ટા અરવિંદભાઇ મણીઆરના જન્‍મદિન નિમિતે અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ઉપક્રમે પ્રતિ વર્ષ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.તે અંતર્ગત તા.૮ના શનિવારે હેમુ ગઢવી હોલમાં રાત્રે ૯ કલાકે ઓસમાણ મીરના ‘સૂર સરગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અરવિંદભાઇના સાથી કાર્યકરોનું સન્‍માન છેલ્લા દોઢ દાયકાથી કરવામાં આવે છે આ વર્ષે પણ જમનાદાસભાઇ સોમૈયા (મરણોત્તર) ઉપરાંત ધનસુખભાઇ વોરા, સિધ્‍ધરાજસિંહ ઝાલા,રશ્વીનભાઇ ડોડીયા, દિલીપભાઇ દોશી અને અશોકભાઇ પંડયાનું શાલ અને અને મોમેન્‍ટો આપીને અભિવાદન કરવામાં આવશે.

આ પ્રસંગે ઇફકોના નવા નિયુકત ચેરમેન દિલીપભાઇ સંઘાણીનું અને તાજેતરમાં રાષ્‍ટ્રપતિ ચંદ્રક મેળવનાર રાજકોટના પોલીસ કમિશ્‍નરશ્રી રાજુભાઇ ભાર્ગવનું ટ્રસ્‍ટ તરફથી શાલ અને સ્‍મૃતિ ચિન્‍હ રૂપી મોમેન્‍ટો આપી વિશેષ સન્‍માન કરવામાં આવશે.

કાર્યક્રમને રાજકોટ નાગરીક સહકારી બેંક અને પેલીકન રોટોફલેક્ષ પ્રા.લી.નો  સહયોગ મળેલ છે. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા રહેશે. મુખ્‍ય મહેમાન તરીકે પ્રદેશ અધ્‍યક્ષ ગુજરાત ભાજપ સી.આર.પાટીલ અને અતિથી વિશેષ તરીકે કલેકટર શ્રી અરૂણ મહેશભાઇ બાબુ ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમના પ્રોજેકટ ઇન્‍ચાર્જ નીલેશભાઇ શાહ અને કમલેશભાઇ મહેતા અને કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી વલ્લભભાઇ કથીરીયા, ઉપરાંત ટ્રસ્‍ટીઓ શ્રીમતી હંસીકાબેન મણીઆર, જયોતીન્‍દ્ર મહેતા, શિવુભાઇ દવે, મહાસુખભાઇ શાહ ઉપરાંત કલ્‍પકભાઇ મણીઆર, જયંતભાઇ ધોળકિયા, લક્ષ્મણભાઇ મકવાણા, પ્રભાતભાઇ ડાંગર, ઇન્‍દ્રવદનભાઇ રાજયગુરૂ, રાજુલભાઇ દવે, ભુપેન્‍દ્રભાઇ શાહ, ગુણવંતભાઇ ભટ્ટ, જયંતીભાઇ પટેલ, રમેશભાઇ પરમાર, જહાનવીબેન લાખાણી, હસુભાઇ ગણાત, ભરતભાઇ અનડકટ, હરીશભાઇ શાહ, અશોકભાઇ રાવલ, સંજયભાઇ ઓઝા, મનીષભાઇ શેઠ, ધર્મેશભાઇ મકવાણા, ધનુમામા અને સંજયભાઇ મોદી જહેમત ઉઠાવી રહ્યા છે.

 

ઓસમાણ મીર સાથે તેમનો પુત્ર આમીર પણ સ્‍વરનો જાદુ પાથરશે

રાજકોટ તા. ૭ : આવતી કાલે હેમુ ગઢવી હોલ ખાતે અરવિંદભાઇ મણીઆર ટ્રસ્‍ટ યોજીત ‘સુર સરગમ' કાર્યક્રમમાં ઓસમાણ મીરની સાથે તેમનો પુત્ર આમીર પણ સ્‍વરનો જાદુ પાથરશે. પિતાના પગેલ ગાયકી તરફ વળેલા આમર મીરનું એક ગીત ‘ઢોલ' ખુબ હીટ થઇ ચુકયુ છે. જે અમિત ત્રિવેદીએ લખ્‍યુ છે. ત્‍યારે કાલના કાર્યક્રમમાં શ્રોતાઓને પિતા પુત્રની જુગલબંધીનો નવો અહેસાસ થશે.

 

અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા ચાલતા વિવિધ સેવા પ્રકલ્‍પો

રાજકોટ : અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા પ્રતિવર્ષ અરવિંદભાઇ મણીઆરના જન્‍મ દિવસે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્‍થા દ્વારા અરવિંદભાઇની સ્‍મૃતિમાં અનેક પ્રકલ્‍પો ચાલી રહ્યા છે. જેમાં પુસ્‍તકાલય, ડોલ્‍સ મ્‍યુઝિયમ, હરતુ ફરતુ દવાખાનુ, હુન્નરશાળા સહીતની સેવાઓનો લોકોને લાભ અપાઇ રહ્યો છે.

(3:44 pm IST)