Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

શ્રમીક મહિલાઓ દ્વારા ગરબા સાથે માતાજીની આરાધના

રાજકોટઃ અખિલ હિંદ મહિલા  પરિષદ રાજકોટ દ્વારા નવરાત્રી પર્વ નિમિતે પછાત વિસ્તારોમાં ચાલતા મહિલા સ્વાવલંબન કેન્દ્રોમાં કાર્યરત મહિલાઓને સાંકળી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબેન જોશીપુરા ઉપરાંત ડો.મિનળબેન રાવલ, પ્રવિણાબેન જોષી, આશાબેન મદલાણી, ઉર્જાબેન માકડ, રેશ્માબેન સોલંકી, પુર્ણીમાંબેન  ખંઢેરીયા, ભાવનાબેન ધનેસા, નિહારીકાબેન, કોમલબેન કપાસી, પારૃલબેન દેસાઈ, ચાંદની શીલુ તથા મહિલા પરિષદના તમામ બહેનોએ ભાગ લીધેલ.(

(3:50 pm IST)