Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મંગળા રોડ પર લેબોરેટરીમાં ઘુસી યુવાનને ચાર શખ્સોએ મારમાર્યોઃ વિડીયો વાયરલ

રાજકોટઃ  શહેરના મંગળા રોડ પર આવેલી મંગલમ લેબોરેટરીમાં ઘૂસી યુવાનને ચાર શખસોએ મારમાર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા એ.ડિવિઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.યુવાને પોતાના બાઇક પર બેસવાની ના કહેતા તેના પર આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જેમાં મંગળા રોડ પર આવેલી મંગલમ લેબોરેટરીમાં ચાર જેટલા શખસો યુવાનને બેફામ ગાળો આપી તેને મારમારી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું હતું.વીડિયો વાઇરલ થયા બાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે વાઇરલ થયેલા આ વીડિયો અંગે એવી વાત જાણવા મળી હતી કે, યુવાનનું બાઇક નીચે પડયું હોય તેના પર કેટલાક શખસો બેઠા હોય તેને અહીં ઉભા થવાનું કહેતા આ બાબતે યુવાનને મારમાર્યો હોવાનું સામે આવ્યું છે.

(4:12 pm IST)