Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પત્‍નિને ૩૦ ફડાકા મારવાની ફરિયાદમાં પકડાયેલ પતિની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૭ : પતિ એકલો ગરબા રમવા જતા સીવીલ એન્‍જિનીયર પત્‍નીએ ઠપકો આપતા ત્રીસ તમાચા ઝીંકી દેતા તેમજ ગળુ દબાવી મારી નાંખવાની કોશીષ કરી વારંવાર દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાના ગુન્‍હામાં નીચેની અદાલતે આઇ.પી.સી. કલમ - ૪૯૮(ક), ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), તથા દહેજધારાની કલમ - ૩,૪ના કામે આરોપી પતિ - ચિરાગભાઇ હસમુખભાઇ વણજારાની ‘જામીન અરજી ‘ના મંજુર'(રદ) કરતો હુકમ ફરમાવેલ છે.
આ કામના મુળ ફરીયાદી પીનાલીબેન વા./ઓ.ચિરાગભાઇ વણજારાએ આ કામના આરોપી વિરૂધ્‍ધ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ છે.જેના એફ.આઇ.આર.થી ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ આધારે કોર્ટમાં આરોપીએ જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી ચાલી જતા ફરીયાદી વતી તેમના એડવોકેટ જે.કે. ગોસાઇ દ્વારા દલીલ તથા રજુઆતો કરતા કોર્ટે આ કામના આરોપીની ઉપરોકત કેસમાં જામીન અરજી ‘ના મંજુર' કરેલ છે.મુળ ફરીયાદી વતી તેમના એડવોકેટ જે.કે.ગોસાઇ રોકાયેલ હતા.

 

(4:21 pm IST)