Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

નૈષધ બક્ષી ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેરાવળ ચેમ્પિયન

રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસીએશનનું કોઠીકંમ્પાઉન્ડ રેલ્વે ગ્રાઉન્ડ ખાતે ઉત્કૃષ્ટ આયોજન : ૮ ટીમો વચ્ચે ટક્કરના અંતે વેરાવળ ચેમ્પ્યિન

રાજકોટ :  રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન (ય્ઝ્રલ્ખ્) દ્વારા સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજીત ટ્રોફી ખેલાડી સ્વર્ગસ્થ નૈષધ બક્ષીની યાદમાં આયોજિત નૈષધ બક્ષી ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું તાજેતરમાં સમાપન થયું છે. આ ટુર્નામેન્ટમાં જામનગર, ભાવનગર, વેરાવળ, દીવ, સુરેન્દ્રનગર, ગોંડલ જિલ્લાની ટીમો અને રાજકોટ રેલવે ડિવીજનની બે ટીમો સહિત કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો, જેની વચ્ચે કુલ ૧પ મેચો રમાઇ હતી. ફાઇનલ મેચમાં વેરાવળની ટીમે ભાવનગરની ટીમને હરાવી વિજેતા  બની હતી, ફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભાગવનગરની ટીમે ર૦ ઓવરમાં ૧૧૪ રન બનાવ્યા હતા જયારે વેરાવળની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૧૮ રન બનાવીને ચેમ્પિયન બની હતી. ફાઇનલ મેચમાં વેરાવળની ટીમના શ્રી કરણ માલંદીએ ર૬ રનમાં ૪ વિકેટ ઝડપીનાર ને મેચ ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભાવનગરની ટીમના શ્રી ચિરાગ સિસોદીયાને મેચ ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન તરીકે વેરાવળ ટીમના શ્રી અભિષેક નાગવાડીયા અને બેસ્ટ બોલર તરીકે રાજકોટ ડીવીઝન ટીમના શ્રી માનવ ખૂંટને જાહેર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભાવનગરની ટીમના ચિરાગ સિસોદીયાને મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન તરીકે વેરાવળ ટીમના શ્રી અભિષેક નાગવાડીયા અને બેસ્ટ બોલર તરીકે રાજકોટ ડીવીઝન ટીમના શ્રી માનવ ખૂંટને જાહેર કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચની ટ્રોફી વિજેતા ટીમને ભૂતપૂર્વ રણજીત ટ્રોફી ખેલાડીઓ શ્રી મહેન્દ્ર રાજદેવ, શ્રી હર્ષદ જોષી અને સુદીપ મહેતા દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન અને સિનિયર ડીસીએમ અભિનવ જેફના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને રેલ્વે કર્મચારી હર્ષદ જોષી, અતુલ કારીાય, સેન્ડીલ નાટકણ, ફિરોઝ બાંભણીયા, પ્રતિક મહેતા, ચંદ્રસિંહ જાડેજા, ભરત બુંદેલા શ્રી દેવેન્દ્રસિંહ ઝાલાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

(1:09 pm IST)