Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોના ગાઇડ લાઇનઃ કલેકટરનું નવું જાહેરનામું: કડક અમલવારી માટે આદેશો

રાજકોટ તા. ૮: રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મહત્‍વનું એક જાહેરનામું બહાર પાડી કોરોના સંદર્ભે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે, જાહેરનામા મુજબ તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્‍થળોએ ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્‍યકિત પરંતુ બંધ સ્‍થળોએ જગ્‍યાની ક્ષમતાના પ૦% (મહતમ ૪૦૦ વ્‍યકિતઓની મર્યાદામાં) વ્‍યકિતઓ એકત્રીત થઇ શકશે.
લગ્ન માટે ખુલ્લામાં મહતમ ૪૦૦ (ચારસો) વ્‍યકિતઓ પરંતુ બંધ સ્‍થળોએ જગ્‍યાની ક્ષમતાના પ૦% (મહતમ ૪૦૦ વ્‍યકિતઓની મર્યાદામાં) વ્‍યકિતઓ એકત્રીત થઇ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ ૧૦૦ (સો) વ્‍યકિતઓની મંજૂરી રહેશે. પબ્‍લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્‍સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૭પ% ક્ષમતા સાથે (Standing not allowed) જયારે એ.સી. બસ સેવાઓ મહતમ ૭પ% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્‍સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફયુમાંથી મુકિત આપવામાં આવે છે. સિનેમા હોલ બેઠક ક્ષમતાના પ૦%થી ચાલુ રાખી શકાશે. જીમ સમાવેશ ક્ષમતા પ૦% થી ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્‍વિમીંગ પુલ ક્ષમતાના મહતમ પ૦% સાથે ચાલુ રાખી શકાશે. વાંચનાલયો બેઠક ક્ષમતા પ૦% થી ચાલુ રાખી શકશે.
ધો. ૯ થી પોસ્‍ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્‍ટરોયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્‍પર્ધાત્‍મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્‍ટરો સ્‍થળની ક્ષમતાના મહતમ પ૦% વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્‍ય સંસ્‍થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્‍પર્ધાત્‍મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ/સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર ચાલુ રાખી શકાશે.

 

(12:04 pm IST)