Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

૩૧ ડીસેમ્બરની ડીજે પાર્ટી થઈ હતી ત્યાં મારવાડી યુનિવર્સિટીમાં ૫૦ વિદ્યાર્થીઓ

કોરોનાથી સંક્રમીત થતા ભારે ફફડાટ

રાજકોટ, તા. ૮ : શહેરની ભાગોળે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે ૫૦ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમીત થતા ભારે ફફડાટ ફેલાયો છે.
મોરબી રોડ ઉંપર વિશાળ કેમ્પસ ધરાવતી મારવાડી યુનિવર્સિટીમાં હોસ્ટેલની સુવિધાઓ સાથે હજારો છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. મારવાડી યુનિવર્સિટીમાં સ્થાનિક ઉંપરાંત અન્ય રાજ્ય અને વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તાજેતરમાં કોરોનાનું સંક્રમણ વધતા અનેક વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ની ઝપટે ચડયા હતા.
મારવાડી યુનિવર્સિટીમાં અગાઉં સંક્રમીત થયેલા વિદ્યાર્થીઓને તેના વાલી હોમઆઈસોલેશન માટે લઈ ગયા હતા તેવામા ૩૧ ડીસેમ્બરની ડીજે પાર્ટી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. પોલીસે આ અંગે ગંભીર નોંધ લઈ ગુનો નોંધ્યો હતો.
મારવાડી યુનિવર્સિટીમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમીત થતા ફફડાટ મચી ગયો છે. હોસ્ટેલના ત્રણ માળને કવોરન્ટાઈન કરવામાં આવ્યાની ચર્ચા ચાલે છે.
મારવાડી યુનિવર્સિટીમાં ખરેખર કેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે ? તે અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલે છે.

 

(1:11 pm IST)