Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

માધ્યમિક શિક્ષક કર્મચારી ગ્રાહક સહકારી મંડળીના હોદેદારોની વરણી

રાજકોટ તા.૮ :  શહેર માધ્યમિક શિક્ષક કર્મચારીઓની ધી ગ્રાહક સહ. મં. લી. ની વાર્ષિક સભા તાજેતરમાં મળી હતી. જેમાં એજન્ડા મુજબ કામગીરી હાથ ધરાઇ હતી. આ તકે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહેલ પ્રમુખ એસ. પી. ટીંબડીયા તથા મંત્રી બી. એચ. ડોડીયાને વિદાયમાન અપાયુ હતુ. તેઓએ મંડળીની કરેલ સેવાઓને બિરદાવી આભાર વ્યકત કરાયો હતો.

બાદમાં નવા પ્રમુખ તરીકે હિરજીભાઇ વી. સરાવાડીયા અને મંત્રી તરીકે બીપીનભાઇ લુણાગરીયાની વરણી કરવામાં આવી હતી. કારોબારી સભ્ય લાલજીભાઇ સુદાણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ. શ્રી ટીંબડીયા તથા શ્રી ડોડીયાએ મંડળીના વિકાસમાં સાથ સહકાર આપવા શિક્ષકોનો સહયોગ માંગ્યો હતો. અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ કિશોરભાઇ ભાલોડીયાએ કરી હતી.

(2:31 pm IST)