Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મ.ન.પા.ની આરોગ્ય શાખાનાં દરોડાઃ ભકિતનગર સર્કલ ખાણી-પીણી બજારમાંથી ૧૪ કિલો અખાદ્ય ચીજોનો નાશ

વાસી સોસ, પીઝા બ્રેડ વાસી બટેટા, મન્ચુરિયન, ચટણી સહિતનાં અખાદ્ય પદાર્થો ઝડપાયાઃ ૩ વેપારી પેઢીને નોટીસઃ મીકસ દૂધનાં નમૂના લઇ લેબોરેટરી તપાસ

રાજકોટ તા. ૮:  મ.ન.પા.ની ફુંડ શાખાએ આજે ભકિતનગર સર્કલ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીની બજારમાં દરોડા પાડી ૧૪ કિલો જેટલી વાસી અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. તેમજ ત્રણ વેપારીઓને નોટીસ આપી હતી.
જયારે મીકસ દૂધનાં નમૂના લઇ તેની લેબોરેટરીમાં તપાસ કરવા તજવીજ હાથ ધરાયેલ હતી.
આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ આરોગ્્ય વિભાગે મેઘાણી રંગભવન પાસે ભકિતનગર સર્કલ ૮૦ ફુટ રોડ, કાન્તા વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણ હાથ ધરી હતી જેમાં કુલ ર૬ ફુડ બિઝશેન ઓપરેટરની ચકાસણી કરવામાં આવેેલ. ચકાસણી દરમ્યાન ૩ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ તેમજ ૧૪ કિ.ગ્રા.વાસી અખાદ્ય ખોરાકને ખોરાકનો સ્થળ ઉંપર નાશ કરેલ.
નમુનાની કામગીરી
ફુડ સેફટી સ્ટાર્ન્ડ એકટ-ર૦૦૬ મુજબ નમુના લેવામાં આવેલ તેમાં (૧) મિકસ દુધ લુઝ સ્થળઃ શિવ શકિત ડેરી-રામકૃષ્ણ મેઇન રોડ, (ર) મિકસ દુધ લુઝ, સ્થળઃ વિશાલ ડેરી મંગળા મેઇન રોડ, વગેરેનો સમાવેશ છે.
ખાણી-પાણીના ધંધાર્થીઓની ચકાસણી
ફુડ વિભાગ દ્વારા ચેકીંગ દરમિયાન શહેરના કાન્તા વિકાસ રોડ, મેઘાણી રંગભવન પાસે ભકિતનગર સર્કલ પર આવેલ બાલાજી અમેરિકન મકાઇએ લાયસન્સ બાબતે નોટીસ, ઠક્કર હોટડોગમાંથી કિ. ગ્રા. વાસી પીઝા બ્રેડ નાશ અનમોલ ઘુઘરાને લાયસન્સ બાબતે નોટીસ તથા ર કિ. ગ્રા. વાસી ચટણી નાશ મોજીલી મેગીમાંથી કી. ગ્રા. વાસી સોસ નાશ, સોના વડાપાવને લાયસન્સ બાબતે નોટીસ, જય બાલાજી ચાઇનીઝમાંથી ર કિ. ગ્રા. વાસી મંચુરિયન નાશ, મહાકાળી પાણીપુરીમાંથી ૧ર કિ. ગ્રા. વાસી બટેટાં નાશ વગેરે કાર્યવાહી કરાયેલ.

 

(2:55 pm IST)