Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગેરકાયદે મંડળી રચી હુમલો કરવાના ગુનામાં જાફરાબાદ કોર્ટ દ્વારા આરોપીઓને ૩ વર્ષની સજા

રાજકોટ,તા. ૮ ઃ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરનારાઓને ૩ વર્ષની સજા અને વળતરનો હુકમ જાફરાબાદ કોર્ટ કર્યો હતો.

આ કામ ની વિગત એવી છે કે ગઈ તા. ૨૬/૩/૨૦૧૩ના રોજ અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકા ના વડલી ગામ ના વકતુબેન બાલુભાઈ વાળા અને તેમના દીકરાઓ ખેતર માં કામ કરતા હતા ત્યારે આરોપીઓ ભરતભાઈ જીવાભાઈ મકવાણા વિગેરે ૬ જણા એ આવીને આ જમીનના ભાગ પડી ગયેલ છે અને આ અમારી વાડી છે તેવું કહી ફરિયાદી વકતુબેનને માર મારવા લાગેલ જેથી લખમણભાઈ રણછોડભાઈ મકવાણા વિગેરેએ વચ્ચે પડી ફરિયાદી વકતુબેનને વધુ મારમાંથી બચાવેલ અને વકતુબેનની સારવાર માટે લખમણભાઈ રણછોડભાઈ મકવાણા રસ્તા ઉપરથી ખેતરમાં ૧૦૮ ને બોલવા જતા હતા ત્યારે આ કામના આરોપીઓ ભરતભાઈ જીવાભાઈ મકવાણા વિગેરેએ લખમણભાઈ રણછોડભાઈ મકવાણા ને રોકી કુહાડી , તલવાર , ધારિયા, લાકડી અને પાઈપથી મારમારી લખમણભાઈ રણછોડભાઈ મકવાણાના બે દાત તોડી નાખેલ તેમજ હાથમાં તેમજ મોઢામાં ફ્રેકચર કરેલ અને માથામાં ગંભીર ઈજાઓ કરેલ જે અંગે ની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ ૩૨૬, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, અને ૧૪૯ ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની ફરિયાદ દાખ  કરવામાં આવેલ અને એજ મુજબ નું ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

આ કેસ ચાલતા દરમ્યાન આરોપી જીવાભાઈ કરસનભાઈનું અવસાન થયેલ અને બાકી ના આરોપીનો કેઈસ ચાલી જતા ફરીયાદી તેમજ ઈજા પામનાર સાહેદોની જુબાની તેમજ આશરે ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કરી આરોપી વિરુદ્ઘ પુરતો પુરાવો હોય જેથી જાફરાબાદ ની નામદાર કોર્ટ ના જજ સાહેબ શ્રી યુ.ડી.જાંબુ દ્વારા સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી.ગાંધી ની ધારદાર દલીલો અને પુરાવાઓનું મૂલ્યાંકન ના આધારે બધા આરોપીઓએ જમીન ખાલી કરાવવા બાબતે ગેરકાયદેસર મંડળી બનાવી એક સંપથી એક સમાન ઈરાદો પાર કરવા પ્રાણઘાતક હથિયારો વડે ફરેયાદી વકતુબેન તથા સાહેદ લખમણભાઈ ઉપર જીવલેણ હુમલો કરેલ હોય આરોપી દુધીબેન જીવાભાઈ ને શંકા નો લાભ આપી છોડી દીધેલ અને બાકી બધા ચાર આરોપીઓ ને આઈ.પી,સી કલમ ૧૪૩ મુજબ ૧ માસ ની, ૧૪૭ મુજબ ૬ માસ ની, ૧૪૮ મુજબ ૬ માસ ની ૧૪૯ ની સાથે વાચતા કલમ ૩૨૫ મુજબ ૧ વર્ષ ની તેમજ કલમ ૩૨૬ મુજબ ૩ વર્ષ ની સાદી કેદ ની સજા કરેલ તથા ઈજા પામનાર વકતુબેન ને રૃ.૮,૦૦૦/- અંકે રૃપિયા આઠ હજાર પુરા તથા લખમણભાઈ ને રૃ.૪૦,૦૦૦/- અંકે રૃપિયા ચાલીસ હજાર પુરા નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ કામે સરકાર વતી સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી. ગાંધી રોકાયેલ હતા.

(3:05 pm IST)