Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મનપાના ઇજનેર પી.સી.જોષીની આત્‍મહત્‍યા પાછળ કોણ જવાબદાર ? : તપાસ શરૂ

મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ ડે. કમિશનર અને ડી.વાય.એસ.પી. (વિજીલન્‍સ) તથા આસી. કમિશનરની ખાસ તપાસ સમિતિ રચી : કર્મચારી - અધિકારીઓના નિવેદનો લેવાનું શરૂ

રાજકોટ તા. ૮ : મ.ન.પા.ના ઇજનેર પી.સી.જોષીની આત્‍મહત્‍યાના ચકચારી પ્રકરણમાં ઉચ્‍ચ અધિકારીના ત્રાસ બાબતે તપાસ કરાવવા સ્‍વર્ગસ્‍થ જોષીના પરિવારજનોની માંગણી બાદ આ સમગ્ર મામલે મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ સંવેદનશીલતા દાખવી અને આ આત્‍મહત્‍યા પ્રકરણની ઊંડી તપાસ કરાવવા ખાસ તપાસ સમિતિની રચના કરી છે.
આ બાબતે મ્‍યુ. કમિશનર શ્રી અરોરાએ જાહેર કર્યું હતું કે, આસિસ્‍ટન્‍ટ ઇજનેર શ્રી જોષીની આત્‍મહત્‍યા પાછળનું સાચુ કારણ શોધવા ડે.કમિશનર, ડીવાયએસપી (વિજીલન્‍સ) અને આસિસ્‍ટન્‍ટ કમિશનરની સંયુકત ખાસ તપાસનીશ ટીમ બનાવાઇ છે. આ ટીમ દ્વારા આત્‍મહત્‍યાની ઘટના તેમજ ઘટનાક્રમ અંગે સંબંધીત કર્મચારીઓ - અધિકારીના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.  શ્રી અરોરાએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે તપાસ સમિતિના અહેવાલમાં કોઇ ક્ષતી રહે નહી તેની પુરી કાળજી લેવાશે અને આ તપાસમાં જે કોઇ કર્મચારી કે અધિકારી દોષિત ઠરશે તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી પણ કરાશે.
આમ, હવે મ્‍યુ. કોર્પોરેશન દ્વારા પણ ઇજનેરની આત્‍મહત્‍યાના પ્રકરણમાં તપાસ સમિતિની રચના કરવામાં આવતા આ સમગ્ર પ્રકરણનો વિવાદ વધુ ઘેરો બન્‍યો છે.

 

(3:21 pm IST)