Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સોમનાથ સોસાયટીમાં મોબાઇલ ફોન પર સટ્ટો રમતાં પ્રકાશ પકડાયો

પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે ધરપકડ કરી

રાજકોટ તા. ૮: રૈયા ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલિફોન એક્ષચેન્‍જ પાસે સોમનાથ સોસાયટી રોડ પર એક શખ્‍સ મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતો હોવાની બાતમી ડીસીબીના રાજદિપસિંહ ગોહિલ, મહેશભાઇ અને શક્‍તિસિંહ ગોહિલને મળતાં દરોડો પાડી પ્રકાશ વશરામભાઇ ભાડજા (ઉ.૪૫-રહે. રવિરત્‍ન પાર્ક મેઇન રોડ, ગોલ્‍ડન પાર્ક-૫, દર્શન એપાર્ટમેન્‍ટ ચોથો માળ, ફલેટ નં. ૪૦૨)ને પકડી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન, રોકડ મળી રૂા. ૧૪૧૦૦નો મુદ્દામાલ કબ્‍જે લેવાયો હતો. પકડાયેલ શખ્‍સ પ્રકાશ પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે પોતાના મોબાઇલ ફોનમાં જેમાં જૂગાર રમતો હતો તે આઇડી કોની પાસેથી લીધી છે? તેની તપાસ થઇ રહી છે. સીપી, જેસીપી, ડીસીપી, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએઅસાઇ વી. જે. જાડેજા, જયેશભાઇ, હિતેન્‍દ્રસિંહ, ભરતસિંહ, જયદિપસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

 

(3:29 pm IST)