Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ભગતસિંહજી ગાર્ડન પાસે રોટલા લેવા ગયેલા ઉમંગ પટેલ પર હુમલો

રાજકોટ તા. ૮: યુનિવર્સિટી રોડ પર શિવમ્‌ પાર્કમાં રહેતો ઉમંગ ગોવિંદભાઇ પટેલ (ઉ.૨૪) રાતે ભગતસિંહજી ગાર્ડન નજીક આવેલા રાજપૂતાના રેસ્‍ટોરન્‍ટ ખાતે રોટલા લેવા ગયો ત્‍યારે હુમલો કરી ઇજા કરવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. પોલીસ ફરિયાદ નોંધે એ પહેલા જતો રહ્યો હતો.
ઉમંગને હોસ્‍પિટલે ખસેડાયો ત્‍યારે પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર રેસ્‍ટોરન્‍ટ પાસે સંજય, દક્ષ અને વૈભવે તલવારથી હુમલો કર્યો હતો.   રોટલા લેવા બાબતે ઝઘડો થયાનું જણાવાયું હતું.

 

(3:32 pm IST)