Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

બે મિત્રોને પૈસા અપાવ્‍યા, હવે એ ચુકવતાં નથી,મુંજાયેલા હુશેને ઝેર પીધું

રાજકોટ તા. ૮: રેલનગર મહારાની લક્ષ્મીબાઇ ટાઉનશીપ ક્‍વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક હુશેન નુરમહમદભાઇ માજોઠી (ઉ.૩૨) નામના યુવાને ચુનારાવાડ પાસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. હુશેન બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો છે. તેણે બે મિત્રો રમેશ અને હિતેષને અલગ અલગ રકમ બીજા પાસેથી અપાવી હતી. હવે આ બંને રકમ ભરતાં ન હોઇ હુશેન પાસેથી ઉઘરાણી થતી હોઇ મુંજવણમાં મુકાઇ જતાં આ પગલુ ભર્યાનું કહેવાયું હતું.
નવલનગરમાં ધર્મેન્‍દ્રએ ધંધાના ટેન્‍શનમાં દવા પીધી
નવલનગર-૯માં રહેતાં ધર્મેન્‍દ્ર અશ્વિનભાઇ સોલંકી (ઉ.૩૧) નામના સ્‍કૂલવેન ચાલકે દવા પી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જો કે રાતે જ રજા અપાઇ હતી. ધંધાના ટેન્‍શનમાં પગલુ ભર્યાનું તેના ભાઇએ જણાવ્‍યું હતું.

 

(3:33 pm IST)