Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વીજ તંત્રે સપાટો બોલાવ્યોઃ માત્ર ૧ મહિનામાં ૩૦ કરોડની પાવર ચોરી ઝડપી લીધીઃ રાજકોટમાં રાા કરોડ તો જીલ્લામાં ૩ કરોડની વસૂલાત

રાજકોટ તા. ૮: પીજીવીસીએલ કોર્પોરેટર ઓફીસની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરે અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરની સીધી દેખરેખ હેઠળ ડિસેમ્બર-ર૦ર૧માં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂા.૩૦ (ત્રીસ) કરોડની રેકોર્ડ બ્રેક પાવર ચોરી પકડી પડાયાતું ઉંમેરાયું છે.
વિવિધ ટીમો દ્વારા ડિસેમ્બર-ર૧ માસમાં કુલ ૯૭.૧૯૬ વીજ જોડાણની ચકાસણી કરવામાં આવેલ જેમાથી કુલ ૧૧.પર૮ કનેકશનમાં ગેરરીતી પકડાઇ હતી. સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. વીજ ચોરીના દુષણને કારણે કંપનીને નાણાકીય નુકશાન સહન કરવું પડે છે જેના કારણે સરકારી યોજનાઓ અંતર્ગત વીજ પુરવઠો પુરો પાડવામાં આવરોધ આવે છે અને નિર્દોષ ગ્રાહકો પર આર્થિક ભારણ વધતુ હોય છે. સમયાંતરે વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન પીજીવીસીએલના અધિકારીઓએ કર્મચારીઓ પર હુમલો થવાના ગંભીર બનાવો પણ બનતા રહે છે. ઉંપરાંત વીજચોરી કરતા સમયે વીજ અકસ્માત થવાનો ભય પણ રહેલો છે અને ચોરી કરનાર પોતાનો જીવ પણ ગુમાવી શકે છે.  ગયા મહિને રાજકોટ શહેરમાં ર કરોડ ૭૦ લાખ તો  રાજકોટ જીલ્લામાં ૩ કરોડની પાવર ચોરી ઝડપી લઇ વસુલાત કરી લેવાઇ છે.(૬.૧૫)

 

(3:52 pm IST)