Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જાણીતા દેશપ્રેમી, સ્વદેશીના આગ્રહી, સંઘના સંનિષ્ઠ સ્વયંસેવક

છાપીયાજી (મનસુખભાઇ છાપીયા) ની ૯૨ વર્ષની વયે વિદાયઃ દેહદાન

છાપાઓ વાંચવાનો ખુબ શોખ હતો, ૯૨ વર્ષની વયે પણ ચશ્માની કયારેય જરૂર પડી ન હતીઃ સાયકલ ચલાવવાના ખુબ શોખીન હતાઃ જીવનભર ખાદીના વસ્ત્ર જ ધારણ કર્યા હતા] : ગત વર્ષે આયોજીત એક કાર્યક્રમમાં વજુભાઇ વાળા અને વિજયભાઇ રૂપાણીની ઉંપસ્થિતિમાં મનસુખભાઇ છાપીયાની રકતતુલા કરવામાં આવી હતી.

 રાજકોટઃ મૂળ જામનગરના અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર મોઢ વણિક સમાજના સંઘના જૂની પેઢીના સંનિષ્ઠ વરિષ્ઠ સ્વયંસેવક છાપીયાજીથી ઓળખાતા લોકસેવક મુરબ્બી શ્રી મનસુખભાઇ છાપીયા (ઉં.વ.૯૨)નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની ઇચ્છાનુસાર તેઓનું દેહદાન કરવામાં આવનાર છે.  સદગત મનસુખભાઇને પાંચ પુત્રો છે. જગદીશભાઈ છાપીયા મો. ૯૭૧૪૯ ૦૦૪૦૪, સુનિલભાઇ, પિયુષભાઇ, વિમલભાઇ, ગૌરવભાઇ
સદગતનું મનસુખભાઇ ૧૯૪૩ થી સંઘના અને ૧૯૫૩થી જનસંઘના અને ૧૯૫૩થી જનસંઘના સ્વયંસેવક હતા. તેઓએ દીવ સત્યાગ્રહ અને કચ્છના સત્યાગ્રહમાં સ્વ. ચીમનભાઇ શુકલ અને સ્વ. સુર્ર્યકાન્તભાઇ આચાર્ય સાથે જોડાયા હતા.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ આયોજીત એક કાર્યક્રમમાં મનસુખભાઇ છાપીયાની રકતતુલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા ઉંપસ્થિત રહયા હતા. સ્વાતંર્ત્ય સેનાની મનસુખભાઈ છાપીયા   ૯૨ વર્ષની ઉંંમરે પણ અડીખમ હતા. છાપાઓ વાંચવાનો શોખ ધરાવતા મનસુખભાઇને કયારેય પણ ચશ્માની જરૂર પડતી ન હતી. જેના એક અવાજ પર મુખ્યમંત્રી કારની વ્યવસ્થા કરી આપે તેમ છે, તેવા મનસુખભાઇ હરહમેંશ સાયકલ  ચલાવતા ગાંધીજીની અપીલ બાદ ખાંડ અને ચા નો ત્યાગ કરનાર મનસુખભાઈ ખાદી સિવાયનાં વસ્ત્રો પહેરતા ન હતા.
મનમોહનસિંહજી પ્રોટોકોલ તોડી છાપીયાજીને મળેલા
 જે તે સમયે રાજકોટ આવેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ વેપારીઓ સાથેના સેમિનારમાં જોડાયા બાદ પરત ફરતા હતા. દરમિયાન મનસુખભાઇ છાપીયા નામના એક વૃદ્ઘ હાથમાં એક બુક લઇને બૂમો પાડી રહ્યાં હતા. મનમોહનસિંઘે તેમની ઉંંમરને માન આપીને પ્રોટોકોલ તોડ્યો હતો મનમોહનસિંઘ પાસે પહોંચતા જ એ વૃદ્ઘે મનમોહનસિંઘને ઇઝના શાસનકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે જણાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ કહેલ કે યુપીએના
 યુપીએના શાસનમાં સાત પ્રધાનો દોપિત સાબિત થયા હતા. આ ઉંપરાંત તેમણે પોતાની સાથે લાવેલી બુક પણ મનમોહનસિંઘને બતાવી હતી. આ બુકમાં યુપીએના સમયે થયેલા ભ્રષ્ટાચાર અંગેની વિગતવાર માહિતી હતી.  


 

(3:53 pm IST)