Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કડકડતી ઠંડીમાં ફુટપાથ પર રહેતા લોકોને ધાબડાનું વિતરણ કરતી બી ડીવીઝન પોલીસ

રાજકોટ : છેલ્લા થોડા દિવસોથી શહેરમાં ઠંડી વધી રહી છે. આ કડકડતી ઠંડીમાં ફુટપાથ પર રહેતા લોકો માટે આકરી પરિસ્‍થિતિ સર્જાઇ છે. આ પરિસ્‍થિતિમાં શહેર પોલીસે તેમને હુંફ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે. ત્‍યારે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ. એમ. બી. ઔસુરા તથા સ્‍ટાફ દ્વારા જરૂરીયાતમંદોને કડકડતી ઠંડીના દિવસોમાં રાહત રહે તે માટે ધાબળા વિતરણ કરવામાં આવ્‍યું હતું. તેઓના ઘરે જઇને પણ પોલીસે તેમને ધાબળા ઓઢાડયા હતાં.

 

(4:15 pm IST)