Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કુબલિયા પરા વોકળા કાંઠે જુગારનો દરોડો: થોરાળા પોલીસે 7 શખ્સોને પકડ્યા

રાજકોટઃ થોરાળા પોલીસ સ્ટેશનના કોન્સ જે.બી. જાડેજા તથા પો.કોન્સ. રવિભાઇ રત્નુને મળેલી બાતમી પરથી  કુબલિયા પર 6 વોકળા પાસે દરોડો પાડી 7 શખ્સો (૧) પ્રકાશ મધુભાઇ સોલકી ઉ.વ.૩૧ રહે. ભાવનગર રોડ ચુનારવાડ (૨) શાયર મગનભાઇ પરમાર ઉ.વ. ૨૭ રહે. કુબલીયાપરા શેરી નં.૦પ (૩) અરવિદભાઇ નાથાભાઇ રાઠોડ ઉ.વ. ૩૦ રહે. કુંબલીયાપરા શેરી નં. ૦૬, (૪) સંજય મધુભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. ભાવનગર રોડ યુનારાવાડ શેરી નં. ૦૬, (૫) અનીલ અરજણભાઇ મકવાણા ઉ.વ. ૨૫ રહે. ચુનારાવાડ શેરી નં.૦૬, (૬) જયેશ દીનેશભાઇ મકવાણા ઉ.વ. ૨૫ ધંધો રહે. કુંબલીયાપરા શેરી નં.5 તથા (૭)કુણાલ રમેશભાઇ સોલંકી  ઉ.વ.૧૮  રહે. કુંબલીયાપરા શેરી નં. ૦૬ને પકડી લઈ રોકડા રૂ.૧૦૩૨૦ તથા ગંજીપાના કબજે કર્યા છે.

આ કામગીરી પો.ઇન્સ. જી.એમ.હડીયા, પો.સબ.ઈન્સ. એ.એલ.બારસિયા, હેડ.કોન્સ.ભરતભાઈ સોલંકી, કોન્સ.જે.બી.જાડેજા, કોન્સ પીયુષભાઇ ચીરોડીયા, રવિભાઇ રતનું, કોન્સ ભરતભાઈ ડાભ, કોન્સ અમરદીપસિંહ જાડેજા સાહિતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડી.સી.પી.પ્રવીણ કુમાર મિણા તથા એ.સી.પી.ક્રાઇમ ડી.વી.બસીયા તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડની સુચના મુજબ કરી છે.

(9:08 pm IST)