Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટમાં સાસરિયાના ત્રાસથી પરિણિતાએ પતિનું ઘર છોડ્યું

આત્મહત્યા કરવા નિકળેલી પરિણિતાને બચાવાઈ : પિતાએ બીજા લગ્ન કરતા પોતાની પુત્રીને પોતાના ઘરમાં રહેવાની ના કહેતા પુત્રીએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો

રાજકોટ, તા. : શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી પોતાના પતિનું ઘર મેલીને પિતાના ઘરે રહેવા પહોંચી હતી. પરંતુ પિતાએ બીજા લગ્ન કર્યા જેથી સાસરેથી આવેલી પુત્રીને પોતાના ઘરમાં રહેવાની ના પાડતા પુત્રી આપઘાત કરવા આજી ડેમ પહોંચી હતી. એકલી પડી જતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ૧૮૧ની ટીમ દ્વારા મધ્યસ્થી કરતા મહિલા અને તેના પતિ તેમજ સાસરિયા પક્ષના લોકો સાથે સમાધાન થયું હતું. આપણા સભ્ય સમાજમાં જ્યારે પણ દીકરીને સાસરિયામાં દુઃખ પડતું હોય છે ત્યારે તે પોતાના પિયર તરફ દોટ લગાવતી હોય છે. પરંતુ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં સાસરીયા પક્ષના લોકો દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતાં પરિણીતાએ પોતાના પતિનું ઘર છોડી પિતાના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. જોકે પિતાએ બીજા લગ્ન કરતા પોતાની પુત્રી ને પોતાના ઘરમાં રહેવાની ના પાડતા પુત્રીએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો, બીજી ફેબ્રુઆરી ના રોજ રાજકોટ શહેરની ૧૮૧ ની ટીમને ફોન આવ્યો હતો.

આજીડેમ બ્રિજ પરથી એક મહિલા છેલ્લાં લગાવવા માટે ઉભી છે અને તેઓને મદદની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગણતરીની મિનિટોમાં માહિતી મળતાની સાથે ૧૮૧ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી અને તેમની ટીમ હાજીડેમ બ્રિજ પર પહોંચી હતી.

સ્થળ પર પહોંચેલી ૧૮૧ની ટીમે મહિલા સાથે વાતચીત કરી હતી. તેનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રયાસ દરમિયાન ૧૮૧ની ટીમને માલુમ પડ્યું હતું કે, મહિલાના લગ્ન રાજકોટમાં થયા હતા તેને સંતાનમાં એક બાળક છે.

(9:48 pm IST)