Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટના ચૂંટણી નીરીક્ષક મનીષા ચાંદ્રા રાજકોટમાં : કલેકટર સાથે બંધ બારણે મીટીંગ

રાજકોટ, તા. ૮ : રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ચકાસણી શરૂ થઈ છે ત્યારે રાજય ચૂંટણીપંચે નિમેલા અને રાજકોટના ભૂતપૂર્વ કલેકટર શ્રી મનીષા ચાંદ્રા આજે ચૂંટણી નિરીક્ષક તરીકે રાજકોટ આવી પહોંચ્યા છે. તેમણે તમામ આર.ઓ. પાસેથી ફોર્મ ચકાસણી, મેન્ડેટ અને તૈયારીઓ અંગે વિગતો મેળવી હતી.

આ પછી તેઓએ કલેકટર અને એડીશ્નલ કલેકટર, એડી.કલેકટર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બંધ બારણે મીટીંગ યોજી હતી. શ્રી મનીષા ચાંદ્રા રાજકોટ ઉપરાંત ગોંડલ નગરપાલિકા અને રાજકોટ જીલ્લા પંચાયત તથા જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતના પણ ચૂંટણી નીરીક્ષક છે.

(11:41 am IST)