Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

એમપી રહેતી પત્નિ સાથે ફોનમાં ચડભડ થતાં રૈયામાં દિલીપે હાથમાં છરીથી કાપા મારી લીધા

રાજકોટ તા. ૮: રૈયા ગામમાં રહેતાં અને કલર કામની મજૂરી કરતાં દિલીપ ભવાનસિંગ મેહર (ઉ.વ.૨૨) નામના યુવાને રાતે સાડા નવેક વાગ્યે પોતાની જાતે હાથ પર છરીથી કાપા મારી લેતાં લોહીલુહાણ   હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

દિલીપના સગાના કહેવા મુજબ તે રાજકોટ રૈયા ગામે રહી કલરકામની મજૂરી કરે છે. રાતે તે વતન એમપીમાં રહેતી પત્નિ સાથે ફોનમાં વાતચીત કરતો હતો. એ વખતે પતિ-પત્નિ વચ્ચે ફોનમાં ચડભડ થતાં દિલીપને ગુસ્સો ચડતાં તેણે જાતે જ હાથ પર છરીથી કાપા મુકી લીધા હતાં. હોસ્પિટલમાં ટાંકા લેવાયા બાદ રાતે જ રજા અપાઇ હતી.

બેડી ચોકડીએ ઇંટોના ભઠ્ઠે પત્નિ સાથે ઝઘડો થતાં હેમતભાઇએ ઝેરી દવા પીધી

બેડી ચોકડીએ ઇંટોના ભઠ્ઠા પાસે રહેતાં અને ઇંટો બનાવવાનું કામ કરતાં હેમતભાઇ હીરાભાઇ ભોજીયા (ઉ.વ.૪૦)ને પત્નિ સાથે ચડભડ થતાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.

(11:43 am IST)