Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતિન પેથાણી,કુલનાયક વિજય દેશાણીના કાર્યકાળના બે વર્ષ સંપન્ન

યુપીએસસી ભવન, સ્વીમીંગ પૂલનું લોકાર્પણ, કર્મચારી આવાસ, સ્કીલ ભવન સહિત અનેક નવા પ્રકલ્પોનું થશે નિર્માણ

રાજકોટ, તા. ૮ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિતિનભાઈ પેથાણી અને કુલનાયક વિજયભાઈ દેશાણીનો બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. બે વર્ષમાં થયેલા કાર્યોના લેખાજોખા રજૂ થયા છે.

જેમા સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીસીડીસી-યુપીએસસી ભવન દ્વારા નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર કેમ્પસ પદ શરૂ, તમામ કર્મચારીઓની બાયોમેટ્રીકસ મશીન દ્વારા હાજરી, સતત બે દિવસ બુક ફેર, કેમ્પસ ઉપર સ્વચ્છતા અંગે જાગૃતિ અને બે પ્લાસ્ટીક ક્રશર મશીન દ્વારા પ્લાસ્ટીક ફ્રી કેમ્પસનું નિર્માણ, વૃક્ષારોપણ દ્વારા ગ્રીન-હેલ્ધી કેમ્પસ, જાપાનીસ પદ્ધતિની ગાઢ જંગલનું નિર્માણ, કેમ્પસમાં અનેકવિધ કેમ્પ યોજાયા. કેમ્પસ ઉપર જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે 'પ્રેમના પટારા'ની સ્થાપના, સ્વીમીંગ પૂલનો પ્રારંભ, માર્કશીટ-ડીગ્રીનું ઓનલાઈન વેરીફીકેશન, કોરોનાના મહામારીમાં જરૂરીયાતમંદ લોકોને ૧ હજાર અનાજ કીટોનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસનું લોકાર્પણ, સ્વાધ્યાય પરિવારના પૂ. પાંડુરંગદાદાની ચેર, હોસ્ટેલનું લોકાર્પણ, લાયબ્રેરી અને સ્પોર્ટસ હોસ્ટેલનું ભૂમિપૂજન વગેેરે કાર્યો થયા. સ્વીમીંગ પૂલનુ લોકાર્પણ, કર્મચારી આવાસ, સ્કીલ ભવન સહિતના અનેક નવા પ્રકલ્પોનું નિર્માણ થયેલ છે.

(3:26 pm IST)