Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ચેક પાછો ફરતા લોધીકાની કોર્ટમાં ફરીયાદ થતાં આરોપીને હાજર થવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૮ :  ચેક પાછો ફરતા આરોપીને લોધીકાની કોર્ટમાં હાજર થવા અદાલતે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ  કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે પ્રાર્થના એપાર્ટમેન્ટ, રામરાજ ટ્રાવેલ્સની પાછળ, યુનિ. રોડ રાજકોટ ખાતે રહેતા નિપનોલ લુબ્રિકેટસના સંજયભાઇ વાલજીભાઇ કનેરીયા એ રૂ. ૪૦,ર૩પ/- નો તેણે વેચેલ માલ પેટેનો ચેક પાછો ફરતા કોર્ટમાં દેવભૂમિ બંગ્લોઝ, અંગોળા રોડ, હનુમાન ટેકરી, પાલનપુર મુકામે રહેતા મયુર એમ. રાવલ વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામના ફરીયાદી કે જેઓ રાજકોટ મુકામે રહે છે અને જી.આઇ.ડી.સી. મેટોડા ખાતે નીપનોલ લુબ્રીકેટસના નામે ધંધો કરે છે. આ કામના આરોપી મયુર રાવલ સાથે ધંધાકીય સંબંધો હોય જેના અનુસંધાને તા. ૧પ-૧૦-ર૦ર૦ના રોજ રૂ. ૪૦, ર૩પ/- રૂપિયાનો લુબ્રિકેટસ ઓઇલ વિગેરેનો માલ મોકલાવેલ જેના અનુસંધાને તેઓએ પોતાની એક ભારતીય સ્ટેટ બેંક પાલનપુર જી. બનાસકાંઠાનો તા. ર૧-૧૦-ર૦ર૦ના રોજનો ફરીયાદીની પેઢીના નામનો રૂ. ૪૦,ર૩પ/- પુરાનો ચેક આપેલ. આ ચેક ફરીયાદીએ પોતાની બેંક બેંક ઓફ ઇન્ડીયા, જી.આઇ.ડી.સી. શાખામાં નાખંતા રીફર ટુ ડોઅરના શેરા સાથે તા. પ-૧૧-ર૦ર૦ના રોજ પરત ફરેલ જેથી ફરીયાદીએ પોતાના એડવોકેટ અમીત અને જનાણી મારફત તા. ૧૭-૧ર-ર૦ર૦ના રોજ ચેક રીટન થયા અંગેની ડીમાન્ડ નોટીસ મોકલેલ જે નોટીસ રીકયુઝના શેરા સાથે તહોમતદાર ફરીયાદીને તેની ચેક મુજબની કાયદેસરની લેણી રકમ ચુકવેલ નહી. કે નોટીસનો જવાબ આપેલ નહીં. જેથી આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ લોધીકાની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી મયુર, એમ.રાવલ, વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરેલ હતું. આ કામમાં ફરીયાદી નીપનોલ લુબ્રિકેટસના સંજય વાલજીભાઇ કનેરીયા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી રોકાયેલા હતા.

(3:27 pm IST)