Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલમાં મોરબીના કુલદીપ ઓગણજાનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યુ

રાજકોટ : 'દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.

આવાજ એક દર્દી કુલદીપ નરશીભાઈ ઓગણજાં ઉ. વર્ષ ૨૩ મોરબીના વતની છે. આ દર્દીને ઘણા સમયથી હદયની તકલીફ હતી.

દર્દીના કુટુંબમાં ૪ વ્યકિત છે, દર્દીના પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે તથા મોટાભાઈ રાજકોટ નોકરી કરે છે. આ દર્દીને  મુખ્ય ધમનીના મુખ્ય વાલ્વની બીમારી હતી  તથા વાલ્વ ઉપર ઇન્ફેકશન ખુબ વધારે પ્રમાણમાં હતું આ ઉપરાંત હદયની નીચેની દીવાલ પણ નબળી પડી ગઈ હતી (એન્યુરિસમ  સાયનસ ઓફ વાલ્સલવા) આ દર્દીને શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ , રાજકોટની માહિતી એક સંબંધી મારફત મળી હતી.

જયારે આ દર્દીને હોસ્પિટલ આવ્યા ત્યારબાદ જરૂરી રિપોર્ટ્સ કર્યા બાદ દાખલ કરી આ જટિલ ઓપરેશન સફળાતાપૂર્વક વિનામુલ્યે કરવામાં આવેલ હતું.

ત્યારબાદ દર્દી  સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તા ૬.૨.૨૦૨૧ ના રોજ રજા આપવામાં આવી હતી. બાબાના આર્શીવાદથી આ નવયુવાનને નવી જિંદગી પ્રદાન થઇ છે.

(3:28 pm IST)