Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

એમજી મોટર્સ દ્વારા 'થ્રીલ ઓન વ્હીલ્સ' ઓફ રોડીંગ ઇવેન્ટઃ મેગા સર્વીસ કેમ્પ

રાજકોટઃ એમજી મોટર્સ કે જે બ્રિટીશ મુળ ધરાવતી અને ૧૯૨૪ની સાલથી કાર્યરત કાર બનાવતી કંપની દ્વારા હાલોલ (ગુજરાત) માં એસયુવી શ્રેણીની કાર બનાવવાનું શરૂ થયેલ છે. જે એન્જીનીયરીંગ, ડિઝાઇન, સેફટી અને લકઝરીયસ ગાડીઓ બનાવવામાં આવે છે.

એમજી રાજકોટ અને એમજી મોટર્સ   (ઇન્ડિયા)દ્વારા રાજકોટથી નજીક મીતાણા મુકામે 'થ્રિલ ઓન વ્હીલસ' ઇવેન્ટ સાથે મેગા સર્વીસ કેમ્પ પણ યોજાએલ. એમજી-હેકટર,એમજી-ગ્લોસ્ટરને એક ઓફ રોડ ટ્રેક પર કારના સેફટી ફીચર્સ રોડ બેલેન્સીંગ, વોટર વેડિંગ કેપેસીટી વગેરે નિદર્શીત કરવામાં આવેલ.

આ ઓફ રોડ ટ્રેક પર ૪૫ દિવસથી વધારે અને ૫૦ થી વધારે વ્યકિતઓ દ્વારા અને બે જેસીબી અને પાંચ ડમ્પર દ્વારા કામ હાથ ધરવામાં આવેલ.

આ સમગ્ર ઇવેન્ટનું શ્રી રાકેશ સિદાના (નેશનલ સેલ્સ હેડ-એમજી ઇન્ડિયા) દ્વારા ઉધ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ ઇવેન્ટમાં શ્રી અમિત મેગોન (રીઝનલ સેલ્સ હેડ-એમજી ઇન્ડિયા)  તથા એમજી રાજકોટના એમડી શ્રી રજનીકાંતભાઇ પટેલ પણ હાજર રહેલ. આ અંગે વધુ માહિતી માટે મો. ૭૦૪૩૯ ૧૦૦૦૩ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)