Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગરીબ બહેનો પોતાના પગભર થઇ શકે અને આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરીશ

વોર્ડનં.૯ના એનસીપીના ઉમેદવાર ગમનભાઇ દવે કહે છે કે : સિનીયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓને દુર કરવા ધ્યાન અપાશે

રાજકોટઃ અહિંના વોર્ડ ન.૯ની ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા વોર્ડન.૯ના મજબુત એનસીપીના ઉમેદવાર શ્રી ગમનભાઈ  દવેએ અકિલાના મોભી શ્રી કિરિટભાઈ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ લીધેલ અને પોતે ખૂબજ સારી સરસાઇથી જીતશે તેવી આશા વ્યકત કરેલ.

 તેઓએ જણાવેલ કે તેઓ માત્ર વોર્ડ નં.૯ને જ નહી પરંતુ રાજકોટના તમામ વિસ્તારોના વિકાસના સહયોગી બનશે.આ ઉપરાંત તેઓએ એમ જણાવેલું કે મારી પાર્ટી અને મારી જીત થશે તો સ્થાનિક આરોગ્ય ક્ષેત્રે તેમજ સ્થાનિક કચેરીઓમા સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલી  પ્રત્યે ખાસ ધ્યાન આપવામા  આવશે તેમજ હાલના કપરા સમયમા રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન તરફથી લઘુ ઉદ્યોગોને મહત્વ આપી વિધવા ત્યકતા અને ગરિબ બહેનો પોતના પગભર થઈ શકે અને આત્મ નિર્ભર થઈ શકે તેવા પ્રયત્નો કરશે. ઉપરાંત રાજકોટની જનતાની  સુવિધામા વધારો થાય તેવા હેતુસર કોર્પોરેસનના તમામ વોર્ડથી જ કોર્પોરેશનના કામ થાય તે માટે સિવિલિક સેન્ટરો મા વધારો કરવા પ્રયત્ન કરશે. તેમ ગમનભાઇ દવે (મો.૯૬૬૪૬ ૩૦૧૯૩) ની યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)