Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ધવા પરિવાર વચ્ચે મનદુઃખના વળામણા,મનમેળના વધામણાઃ વિનુભાઈને સમર્થન

રાજકોટઃ. કોઠારિયા રોડ વિસ્તારમાં વ્યાપક કાર્યક્ષેત્ર ધરાવતા અને શહેરમાં જાણીતા ધવા પરિવારના આગેવાનો વચ્ચે મનમેળ થઈ ગયો છે. ભૂતકાળમાં રમેશ ધવા અને સંજય ધવા આજુબાજુના વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા હતા. જે તે વખતે કૌટુંબિક કારણસર મનભેદ થયેલ. એક જ પક્ષમાં હોવા છતાં આંતરિક રીતે સામસામા હોય તેવી પરિસ્થિતિ હતી. સમયના વહેતા પ્રવાહ વચ્ચે બન્ને પરિવારોમાં ફરી મનમેળ થઈ ગયો છે. રમેશ ધવાના ભાઈ વિનુભાઈ ધવાને વોર્ડ નં. ૧૭ની ભાજપની ટીકીટ મળતા સંજય ધવાએ સમર્થન આપ્યુ છે. બન્ને ધવા પરિવારોએ એક થઈને વિનુભાઈને જીતાડવાનો સંકલ્પ જાહેર કર્યો છે. સૂરજ કબ દૂર ગગનસે, ચંદા કબ દૂર કિરન સે, યહ બંધન તો સ્નેહ કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ...(તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:36 pm IST)