Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભાજપ શાસનમાં લોકોને પ્રાથમીક સુવિધાઓ મળી છે અને મળતી જ રહેશેઃ શુકલ-માંકડ

રાજકોટઃ તા.૮, રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં શહેરના વોર્ડનં.૭ના ભાજપના બે ઉચ્ચશિક્ષીત યુવા નિડર ઉમેદવારો ડો. નેહલ શુકલ અને દેવાંગ માંકડ વર્ષોથી સમાજ સેવા અને શિક્ષણક્ષેત્રે સંકળાયેલા હોય, શહેરમાં વિશાળ સંપર્કો ધરાવે છે. સાથો સાથ વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડા પણ સક્ષમ ઉમેદવારો છે. લોકશાસનમાં ચૂંટણી લડવા માટે કેવા ઉમેદવારો હોવા જોઇએ તેનો પ્રમાણભૂત માપદંડ આ બંને ઉમેદવારોમાં નજરે પડે છે. તેમ સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ મેમ્બર ક્રિપાલસિંહ જાડેજા, કપિલ શુકલ, ભરતસિંહ જાડેજા અને સર્વેશ્વર ચૌહાણની એક યાદીમાં જણાવાયું છે.

 આ બંને ઉમેદવારો લોકસેવાના ભેખધારી સેવકો છે. મ્યુ. કોર્પોરેશનમાં તમામ વર્ગના લોકોનું પ્રમાણીક પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવે છે.  બંનેના પરીવારોનો શહેરમાં વિશાળ પરીચીત વર્ગ છે. ડો. નેહલ શુકલ પૂર્વ સાંસદ અને જાણીતા એડવોકેટ સ્વ. ચીમનભાઇ શુકલના પુત્ર છે અને દેવાંગ માંકડ શહેરમાં વર્ષો સુધી વકીલાતનો વ્યવસાય કરનાર સ્વ. માંકડના પુત્ર છે. રાજય અને કેન્દ્રના સાશકોમાં પહોંચ ધરાવતાં આ બંને ઉમેદવારો ગમે તેવા અનિષ્ટ તત્વો દ્વારા પ્રજાને થતાં ત્રાસ અને અન્યાય સામે લડી લે એવા નિડર છે. તેમ યાદીમાં જણાવાયું છે.

ડો. નેહલ શુકલ બે દશકા ઉપરાંતથી રાજકોટમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું સંચાલન કરે છે. આ સંસ્થામાંથી હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને જીવનલક્ષી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જયારે દેવાંગ માંકડ પંચનાથ મંદિર ટ્રસ્ટમાં સેવાઓ આપે છે આ મંદિરના પ્રાંગણ સંલગ્ન દિશાળ ઔષધાલયમાં જરૂરીયાત મંદ લોકોને રાહતદરે સારવાર અને દવાઓ આપવામાં આવે છે. તેઓ શિક્ષણક્ષેત્રે સાથે નજીકનો નાતો ધરાવે છે. મ્યુ. કોર્પોરેશન રાજકોટ હેઠળની પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન પદે રહીને તેમની પ્રસંશનીય કામગીરીને શિક્ષકો, શાળા, સંચાલકો આજે પણ યાદ કરે છે.

ડો. નેહલ શુકલ અને દેવાંગ માંકડ  એક યાદીમાં જણાવે છે કે રાજકોટની વિકાસયાત્રા ૨૫ વર્ષ આગળ છે. તેનો શ્રેય ભાજપ સાશાનને આભારી છે. દેશના વિકસીત શ્રેષ્ઠ શહેરોમાં રાજકોટની ગણના થાય છે. ભાજપ સાશનમાં લોકોને પ્રાથમીક સુવિધાઓ રહેવા માટે અદ્યતન આવાસો વગેરેમાં કયાંય કચાશ કે વર્ગભેદ રાખ્યો નથી. સાંપ્રત યુવાપેઢીના મતદારો જાગૃત અને સમજદાર છે. તેઓ રાજકોટના વર્તમાન વિકાસને નજરમાં રાખીને મતદાન કરશે એવી મને આશા છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:38 pm IST)