Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટની એસ.એસ. સ્વીટસનું નવુ નજરાણું: એસ.એસ. નમકીન લોન્ચ

૪ ટન પ્રોડકટશનની કેપેસીટી ધરાવતો પ્લાન્ટ કાર્યરતઃ ફુલ્લી ઓટોમેટીક અને હાઇજેનીક સીસ્ટમ્સ : ડ્રાય કચોરી, સોયાસ્ટીક, મીક્ષ કઠોળ, પંચરત્ન ચેવડો સહિત ૧૩ નમકીનની સાથે બેકરીની પણ ૧૫ પ્રોડકટ લોન્ચ કરાશેઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા મનસુખભાઇ પટેલ અને જગદીશભાઇ પટેલ

રાજકોટઃ તા.૮, છેલ્લા ૩૫ વર્ષથી સમગ્ર ગુજરાતમાં સ્વીટ ક્ષેત્રે ૯૦૦ થી વધારે મીઠાઈનો આધુનિક શોરૂમ શિવશકિત ડેરી ફાર્મ આગવી નામના મેળવી ચુકેલ છે, એસ.એસ. સ્વીટ્સનું નવું નજરાણું એસ.એસ.નમકીનની બ્રાન્ડ એમ્બેસેડર હિન્દી ફિલ્મ સ્ટાર અમીષા પટેલની વિશેષ હાજરીમાં  ચટાકેદાર, ફેબ્યુલસ અને ટેસ્ટફુલ પ્રિમીયમ  એસ.એસ. નમકીન નું લોન્ચીંગ કરવામાં આવેલ.

એસ.એસ. નમકીન પ્રારંભમાં કુલ ૧૩ નમકીન જેમાં ડ્રાય કચોરી, ડ્રાય ફ્રુટ કચોરી, સોયા સ્ટીક, મીક્ષ કઠોળ, પૌહા ચેવડો, ફરાળી ચેવડો, મસાલા પીનટ્સ, રતલામી સેવ, પંચરત્ન ચેવડો, કાઠીયાવાડી ચેવડો, શીંગ ભજીયા, દાબેલા મગ સામેલ છે. આગામી ૩ મહીનામાં નમકીન અને બેકરીની નવી ૧૫ પ્રોડકટ્સ પણ લોન્ચ કરવામાં આવશે.

 હાલમાં કંપની પાસે દરરોજ ૪ ટન પ્રોડકશન કેપેસીટી ધરાવતો પ્લાન્ટ કાર્યરત છે, વર્ષનાં અંતે અમદાવાદ હાઈવે ઉપર ૮ એકરમાં એક નવું અત્યાધુનિક મશીનરી સાથેનો હાઈઝેનીક પ્લાન્ટનો પ્રારંભ થઈ જશે. એસ.એસ. નમકીનની બધી પ્રોડકટ્સ ફુલ્લી ઓટોમેટીક અને હાઈઝેનીક સીસ્ટમ સાથે લોકોનાં સ્વાસ્થયને ધ્યાને રાખીને બનાવવામાં આવે છે. આગામી માસમાં સંપૂર્ણ ગુજરાતમાં એસ.એસ. નમકીન બધી પ્રોડકટ્સ લોન્ચ કરવાનો ઘ્યેય કંપનીનાં સંચાલકોએ રાખેલ છે.

 એસ.એસ. નમકીનનાં લોન્ચીંગ પ્રસંગે યોજેલ પત્રકાર પરિષદમાં એસ.એસ. નમકીનનાં મનસુખભાઇ અકબરી અને જગદીશભાઇ અકબરી જણાવેલ કે અમારી પ્રિમીયમ બ્રાન્ડ ગુજરાતભરની બજાર સર કરવા સજ્જ થઇ ગઇ છે. શહેરમાં મીઠાઈ  ક્ષેત્રમાં ટોચના ક્રમની અમારી શિવશકિત ડેરી હવે એસ.એસ. નમકીન બજારમાં ઉતારી રહી છે. એ ગુજરાત આખાને રાજકોટ પ્રિમીયમ બ્રાન્ડ નમકીનની ખરી ઓળખ કરાવશે એવો અમોને વિશ્રાસ છે. અમો ઉત્પાદનની ઉત્કૃષ્ઠ ક્ષમતા સાથે રાજયભરમાં સમગ્ર ગુજરાતભરમાં વ્યાપ વધારવા સજ્જ છીએ !

 આ પત્રકાર પરીષદમાં હીન્દી ફીલ્મ સ્ટાર અમીષા પટેલ ની સાથે શીવશકિત ડેરી ફાર્મનાં મનસુખભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, હીરેનભાઈ પટેલ, બ્રીજેશભાઈ પટેલ અને મેનીલભાઈ પટેલ હાજર રહયા હતા.

 આ પત્રકાર પરીષદનું સંચાલન રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.નાં જીતુ કોઠારી અને મેહુલ દામાણી દ્વારા કરવામાં આવેલ હતું.

આ અંગે વધુ માહિતી માટે મો. ૯૮૨૪૨ ૧૧૦૨૧ ઉપર સંપક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:38 pm IST)