Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોર્ટો શરૂ થવાના નિર્ણયને વધાવતાં વકીલો આજે વિજયદીન મનાવ્યોઃ સફાઇ કામદારોને સાડી વિતરણ

રાજકોટ :. આગામી તા. ૧લી માર્ચથી કોર્ટે ખોલવાનો હાઇકોર્ષ હુકમ કરતાં આજે રાજકોટ બાર એસો.એ વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ તબકકે બાર એસો.ના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણીએ ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ જજશ્રીનો આભાર પણ માન્યો હતો. કોર્ટો શરૂ કરવાના નિર્ણયથી વકીલોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. આજે ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ જજશ્રી કે. ડી. દવે સહિતના ન્યાયકધીશો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કામગીરી કરનાર કોર્ટ સફાઇ મહિલા કામદારોને બાર એસો. દ્વારા સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાર એસો.ની કમીટી મેમ્બરોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.

(4:43 pm IST)