Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસઃ હાલ માત્ર ૯૬ દર્દીઓ સારવાર હેઠળ

કુલ કેસનો આંક ૧૫,૪૬૫: આજ દિન સુધીમાં ૧૫,૧૮૩ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૨૪ ટકા

રાજકોટ, તા.,૮:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસ નોંધાયા છે. હાલ ૯૬  દર્ર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૪૬૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૧૮૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૨૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૯૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૮૬ ટકા થયો  હતો. જયારે ૨.૬૮ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૭૬,૧૭૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૪૬૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૬૮ ટકા થયો છે.

(4:43 pm IST)