Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં. ૧૭ના એનસીપી ઉમેદવાર પ્રગતીબેન રાવલ સાથે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો શું ગુફતેગુ કરી રહયા છે?

રાજકોટઃ આજે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની આગામી ચુંટણીમાં ઝંપલાવનાર જુદા-જુદા પક્ષના ઉમેદવારોના ફોર્મ સ્‍ક્રુટીની થઇ રહયા હતા તે દરમિયાન જુની કલેકટર ઓફીસ કંમ્‍પાઉન્‍ડમાં વોર્ડ નં. ૧૭ના ભાજપના ઉમેદવાર વિનુભાઇ ધવા અને કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્‍યામસિંહ જાડેજા ઉપરાંત એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવનાર પ્રગતીબેન રાવલ ભેગા થઇ ગયા હતા. આ સમયે હળવી પળોમાં વાતચીત થયા બાદ ભાજપના ઉમેદવારના કાનમાં શું ગુફતેગું થઇ રહી છે? તેવા મુદ્દે  ઉપસ્‍થિત લોકોમાં ચર્ચા ચાલી હતી. કર્ણોપકર્ણ સંભળાયેલી વાત મુજબ વિનુ ધવાએ મહિલા ઉમેદવાર પ્રગતીબેન રાવલને તમે વિસ્‍તારના છો, પરીવારના છો તેમ કહી ફોર્મ પાછુ ખેંચવા મનામણા કર્યા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(4:53 pm IST)