Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં. ૭ થી ૯ ની ચકાસણી દરમિયાન ચેમ્‍બરના ડાયરેકટર શીવલાલ પટેલ અને કશ્‍યપ શુકલ વચ્‍ચે ભારે તડાફડી

શીવલાલ પટેલે એમનો મોદી વડાપ્રધાન છે તેની શું સાબીતી એવું કહેતા કશ્‍યપ શુકલ ઉકળી ઉઠયા : આપના ઉમેદવાર શીવલાલ પટેલે પ્રશ્ન ઉઠાવ્‍યો કે બે સહી-ખોટી સહીની ભાજપને ખબર કેમ પડી?!

રાજકોટ, તા.,૮: આજે વોર્ડ નં. ૭ થી ૯ ની ચકાસણી દરમ્‍યાન ભાજપના પ્રતિનિધિ શ્રી કશ્‍યપ શુકલ અને આપના વોર્ડ નં. ૯ ના ઉમેદવાર શીવલાલભાઇ પટેલ વચ્‍ચે મેન્‍ડેટમાં બે સહી-ખોટી સહી બાબતે અને વડાપ્રધાન વિશેના વાકય-શબ્‍દો અંગે ભારે તડાફડી સજાૃઇ હતી. આર.ઓ. એ આ બાબતે દરમિયાનગીરી કરવી પડી હતી.

બાબત એવી બની કે ભાજપ દ્વારા કોંગ્રેસના મેન્‍ડેટમાં બે સહી અંગે વાંધા ઉઠાવાયા ત્‍યારે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ડાયરેકટર અને આપના વોર્ડ નં. ૯ ના ઉમેદવાર શ્રી શીવલાલ પટેલે એવો પ્રશ્ન ઉઠાવ્‍યો કે મેન્‍ડેટમાં બે સહી છે, કે ખોટી સહી છે, તેની ભાજપને ખબર કેમ પડી, એટલું જ નહી કોંગ્રેસે હજુ ફોર્મ ભર્યાને ભાજપને ૩ મીનીટમાં ખબર પડી ગઇ તે પણ આર્યની વાત છે. તથા એમ તો હું પણ કહું કે મોદી દેશના વડાપ્રધાન છે તેની સાબીતી શું, આવો સવાલ ઉઠાવતા જ ભાજપના કશ્‍યપ શુકલ ઉકળી ઉઠયા હતા અને જણાવી દીધું હતું કે અહી ફોર્મ ચકાસણીમાં વડાપ્રધાન મોદીનું નામ લેવાની જરૂરત નથી. અમારો કોંગ્રેસ સામે વાંધો છે આપના ઉમેદવાર વચ્‍ચે નો આવે.

(4:55 pm IST)