Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટના વોર્ડ નં.14ના વોર્ડ પ્રમુખ વિજયભાઈ જાની અને પૂર્વ પ્રમુખ માણસુર વાળાને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

ચૂંટણી લડવા મેન્ડેડ આપ્યું છતાં ફોર્મ પરત ખેંચતા વિજય જાની અને પક્ષ વિરોધી પ્રવુતિ બદલ માણસુર વાળાને સસ્પેન્ડ કરાયા

રાજકોટ : શહેરના વોર્ડ નં.14 ના વોર્ડ પ્રમુખ વિજયભાઈ જાનીને કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી રાજકોટ મહાનગરપાલિકા ની ચૂંટણી અનુસંધાને પાર્ટી દ્વારા વોર્ડ 14માં ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપેલ હતું પરંતુ વિજયભાઈ જાનીએ ફોર્મ ખેંચીને પક્ષને નુકશાન પોહચાડેલ અને પક્ષ વિરોધી પ્રવુતિ કરેલ હોઈ તો આજની તારીખથી તેઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

 આ ઉપરાંત વોર્ડ નં.14 ના પૂર્વ વોર્ડ પ્રમુખ માણસુરભાઈ વાળાએ પક્ષ વિરોધી પ્રવુતિ કરેલ હોઈ તો આજની તારીખથી તેઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

(11:16 pm IST)