Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજકોટમાં સતત બીજા દિવસે વીજ તંત્રનું ચેકીંગ ૪૬ ટીમો દ્વારા તપાસઃ એક ડઝન વિસ્‍તારમાં દરોડા

ગાંધીધામ ડીવીઝન તથા ઢસા-ગઢડામાં પણ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૭ :.. પીજીવીસીએલની કોર્પોરેટર ઓફીસે ગઇકાલે ર૮ લાખની વીજચોરી ઝડપી લીધા બાદ આજે રાજકોટમાં સતત બીજા દિવસે પણ દરોડાનો દોર ચાલુ રાખ્‍યો છે, બેડીનાકા તથા માધાપર સબ ડીવીઝનની એક ડઝન વિસ્‍તારોમાં ૪૬ ટીમોએ વીજચોરી ઝડપી લેવા ૪૦ જેટલા પોલીસ જવાનો-વિડીયોગ્રાફરોને સામે રાખી દરોડા પાડયા છે.

જીઇબીની ટીમો પોલીસ હેડ કવાટર્સ, તોપખાના, પરસાણાનગર, રેફયુજી કોલોની, ગાયકવાડી, કીટીપરા, સૈનિક સોસાયટી, નવરંગપરા, ભોલેનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટી, મનહરપુર ગામમાં ત્રાટકી છે, સવારના પહોરમાં સંખ્‍યાબંધ લંગરીયા પકડાયા છે.

આ ઉપરાંત ગાંધીધામ ડીવીઝન, ઢસા - ગઢડામાં પણ સવારથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(3:05 pm IST)