Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજકોટના રસૂલપરા-મહમદીબાગ સહિત ૧૦ વિસ્‍તારોમાં વીજ તંત્રની ધોંસઃ ર દિ'માં પ૮ લાખની વીજચોરી ઝડપાઇ

માંડવી-મુદ્રા-બોટાદ-પાળીયાદમાં પપ ટીમો દ્વારા ચેકીંગનો દોર... : સવારથી ૪૪ ટીમો દ્વારા રાજકોટ સીટી-૩ના વાવડી-ખોખડદળ સબ ડિવીઝન ક્ષેત્રોમાં દરોડા

રાજકોટ તા. ૮ : આજે સવારે ૯ વાગ્‍યાથી પીજીવીસીએલની ટીમોએ સતત ત્રીજા દિવસે રાજકોટમાં દરોડાનો દોર ચાલુ રાખ્‍યો છે, રાજકોટ સીટી-૩ના વાવડી-ખોખડદળ સબ ડિવીઝનના ૮ વિસ્‍તારોમાં કે જયા ટી એન્‍ડ ડી લોસ વધુ છે, તેવા ક્ષેત્રોમાં ૪૪ ટીમો પોલીસ તથા વિડીયો ગ્રાફરો સાથે ત્રાટકી છે.

જે વિસ્‍તારો આવરી લેવામાં તેમા રસૂલપરા, મહમદીબાગ, ભકિતનગર, રામનગર, ગણેશનગર, સનાતનપાર્ક, રણુજાનગર, રામનગર વિગેરેનો સમાવેશ થાય છે. અત્ર ેઉલ્લેખનીય કે વીજતંત્રે રાજકોટમાં ર દિ'માં પ૮ લાખની વીજચોરી ઝડપી લીધી છ.ે

દરમિયાન અન્‍ય પપ ટીમોએ માંડવી-મુંદ્રા, બોટાદ-પાળીયાદ ક્ષેત્રમાં ચેકીંગનો દોર શરૂ કર્યો હતો જેમાં ૮ ગામડા પણ આવરી લેવાયા હતા

(4:08 pm IST)