Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

હિરાસર એરપોર્ટ ખાતે એરીયલ નેવિગેશન સુવિધાઓનું પરીક્ષણ : એપ્રિલમાં લોકાર્પણ

રાજકોટ તા.૮: રાજકોટની ભાગોળે આકાર લઈ રહેલા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત ફલાઇટ ઇન્‍સ્‍પેક્‍શન યુનિટના સી.એન.એસ.ના નિષ્‍ણાત શ્રી પ્રસાદ અને તેમની ટીમે પ્રથમ તબક્કાનું એરીયલ નેવિગેશન સુવિધાઓ અંગેનું પરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હિરાસર એરપોર્ટ પર રન-વેનું કામ પૂર્ણ થઈ ચૂક્‍યું છે તેમજ અન્‍ય કામો પણ તીવ્ર ગતિએ ચાલી રહયા છે. ત્‍યારે હીરાસર એરપોર્ટ પર લેન્‍ડિંગ અને નેવિગેશન ટેસ્‍ટ સાથે જમીનથી હવામાં સંતોષપ્રદ સિગ્નલ મળે છે કે કેમ તે વિશે આ પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

આ પરીક્ષણમાં ફલાઈટનું ઉડ્‍યન અને ઉતરણ માટે અનુકૂળ વાતાવરણ છે કે નહી તેમજ નેવિગેશન સીસ્‍ટમ યોગ્‍ય રીતે કામ કરી રહી છે કે કેમ? તે વિશે નિષ્‍ણાતોની ટીમે તપાસ કરી હતી. નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરીટી ફલાઈટ ઇન્‍સ્‍પેકશન યુનિટ દ્વારા આવા નિરીક્ષણો નિયમિત રીતે કરવામાં આવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં આ એરપોર્ટનુ લોકાર્પણ થશે. આ માટે વડાપ્રધાનના સમયની રાહ જોવાઇ રહી છે.

(1:03 pm IST)