Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મેટોડા જીઆઇડીસીમાંથી હિતેશ રોતને દેશી તમંચા સાથે રૂરલ SOGએ ઝડપી લીધો

રાજકોટ તા. ૯ : લોધીકાના મેટોડા જીઆઇડીસીમાંથી રાજસ્‍થાનના શખ્‍સને દેશી તમંચા સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

જિલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવાની રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડની સુચના અન્‍વયે રૂરલ એલઓજીના પીઆઇ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મળેલ બાતમી આધારે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ પાસે મચ્‍છાનગર પાસેથી હિતેશ વિજયભાઇ રોત રે. પારડી શીતળા માતાજીના મંદિર પાછળ રે. મૂળ બાલાદીઠ જી. ડુંગરપુર રાજસ્‍થાનને ગેરકાયદે દેશી તમંચો કિં. ૫૦૦૦ હજાર સાથે ઝડપી લીધો હતો.  પકડાયેલ હિતેશ રોત આ તમંચો ક્‍યાંથી અને કયાં હેતુ માટે લાવ્‍યો હતો ? તે અંગે રૂરલ એસઓજી દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

(1:13 pm IST)