Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પડધરી-જેતપુરની ચોરીના ગુન્‍હામાં ૧પ વર્ષથી વોન્‍ટેડ આરોપી પકડાયો

રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઇ ડી. પી. ઝાલાની ટીમે નવસારી પંથકમાંથી દબોચી લીધો

રાજકોટ તા. ૮ :.. પડધરી અને જેતપુર તાલુકાની ઘરફોડ ચોરીમાં ૧પ વર્ષથી વોન્‍ટેડ આરોપીને નવસારી પંથકમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા નાસતા-ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી પેરોલ, ફર્લો રજા તેમજ વચગાળા જામીન, મેળવી પરત જેલમાં હાજર ન થઇ, ફરાર થઇ ગયેલ આરોપીઓ-કેદીઓ પકડી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય. એલસીબી પો. ઇન્‍સ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇ. ડી. પી. ઝાલા, પેરોલ-ફર્લો સ્‍કોર્ડ, નાસતા ફરતા આરોપીઓ તથા લાંબા સમયથી જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ કેદીઓની તપાસમાં હતા. તે દરમ્‍યાન પડધરી પો. સ્‍ટે. ના આઇ. પી. સી. કલમ ૩૮૦, ૪૬૧, ૧૧૪ તથા જેતપુર તાલુકા પો. સ્‍ટે. કલમ ૩૮૦, ૪પ૭, ૧૧૪ મુજબના ગુન્‍હામાં છેલ્લા ૧પ વર્ષથી નાસતા - ફરતા આરોપી હાલ નવસારી જીલ્લાના વેસમાં ગામ ખાતે હોવાની મળેલ ચોકકસ હકિકતના આધારે તાત્‍કાલીક સ્‍થળ પર પહોંચી આરોપી ભવરસિંગ ઉર્ફે ભોરસિંગ રણસીંગ ભુરીયા રહે. છોડી ઉતઇ તા. જોબટ જી. અલીરાજપુરને પકડી પાડી વધુ તપાસ અર્થે પડધરી પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહી પેરોલ ફર્લો સ્‍કવોડનાં પો. ઇ. વી. ડી. ઓડેદરા, પો. સબ. ઇ. ડી. પી. ઝાલા, એ. એસ. આઇ. મહમદભાઇ ચૌહાણ, હેડ કો. વિરરાજભાઇ ધાધલ, પો. કો. મહેન્‍દ્રસિંહ સોલંકી, રિયાઝભાઇ ભિપૌત્રા, અબ્‍બાસભાઇ ભારમલ ડ્રા. પો. કો. દિલીપસિંહ જાડેજા તથા વિરમભાઇ સામેચા જોડાયા હતાં.

(1:20 pm IST)